(જી.એન.એસ),તા.૦૩
વોશિંગ્ટન/મુંબઈ,
ટિમોથી ચાલમેટની ‘ડ્યુન પાર્ટ 2’ એ ઇતિહાસ રચ્યો છે. તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે ઉભરી આવી છે. ‘Dune 2’ એ ફિલ્મ ‘Dune’ની સિક્વલ છે. વર્ષ 2021માં ‘ડ્યૂન’ એ છ એકેડેમી એવોર્ડ જીત્યા હતા. આ વર્ષે 1 માર્ચે રિલીઝ થયેલી ‘Dune2 ‘ દુનિયાભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ડેનિસ વિલેન્યુવે દ્વારા નિર્દેશિત આ સાય-ફાઇ ફિલ્મે કમાણીના મામલામાં વિશ્વભરમાં ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 626.1 મિલિયન ડૉલરની કમાણી કરી છે. તો 29 માર્ચે રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ગોડઝિલા X કોંગ’ એ પણ કમાલ કરી રહી છે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આ ફિલ્મનો જાદુ છવાઈ ગયો છે. માત્ર ત્રણ દિવસમાં તે વિશ્વભરમાં આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આંકડા અનુસાર, ફિલ્મ ‘ગોડઝિલા X કોંગ’એ ઓપનિંગ વીકએન્ડમાં વૈશ્વિક સ્તરે લગભગ 194 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો છે.
કમાણીના મામલામાં આ ફિલ્મ માત્ર ‘ડ્યૂન પાર્ટ 2’ અને ‘કુંગફુ પાંડા 4’થી પાછળ છે. ‘Dune 2’ એ તેની રિલીઝના પાંચ અઠવાડિયામાં જ વિશ્વભરમાં લગભગ $626 મિલિયન ડૉલરનો બિઝનેસ કર્યો છે. તો, ‘કુગફુ પાંડા 4’ એ તેની રિલીઝના ચાર અઠવાડિયામાં $347 મિલિયન ડૉલરની કમાણી કરી હતી. ‘ગોડઝિલા X કોંગ’ ફિલ્મ એડમ વિંગાર્ડ દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. ‘ગોડઝિલા X કોંગ’2021માં આવેલી ફિલ્મ ‘ગોડઝિલા વર્સિસ કોંગ’ની સિક્વલ છે. આ MonsterVerse ફ્રેન્ચાઈઝીની તે પાંચમી ફિલ્મ છે. કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનની ફિલ્મ ક્રૂને પહેલા ત્રણ દિવસમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ તેની કમાણી નોન-વીકએન્ડ શરૂ થતાં અને રિલીઝ પછીના પહેલાં સોમવારે ઘટી છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે સોમવારે ચોથા દિવસે માત્ર 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, તેનું કુલ કલેક્શન 34 કરોડ રૂપિયા થઈ ગયું છે. જો કે, આ પ્રારંભિક આંકડા છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.