Home દેશ - NATIONAL ડો. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતી

ડો. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતી

20
0

(GNS),15

આજે ભારતના પૂર્વ 11મા રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે. ડૉ. કલામને દેશ અને દુનિયામાં ‘મિસાઈલ મેન ઑફ ઈન્ડિયા’, ‘પ્રેસિડેન્ટ ઑફ ધ પીપલ ઑફ ઈન્ડિયા’ સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. સાયન્સ ક્ષેત્રમાં કલામના અમૂલ્ય યોગદાન માટે તેમને 30 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમની લાઈફ અને કાર્યની સ્મૃતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ 15 ઓક્ટોબરના રોજ ડૉ. કલામના બર્થડેને ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે જાહેર કર્યો. દર વર્ષેની જેમ આ વખતે પણ 15 ઓક્ટોબરે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામની જન્મજયંતિની યાદમાં ઉજવણી કરવામાં આવે છે.

સામાન્ય રીતે ‘ભારતના પીપલ્સ પ્રેસિડેન્ટ’ તરીકે ઓળખાતા ડૉ. તેમણે દેશના 11મા રાષ્ટ્રપતિ (2002 થી 2007 સુધી) તરીકે દેશના રાષ્ટ્રપતિ પદ પર રહીને સેવા આપી હતી. દેશ-વિદેશમાં ડૉ. કલામ શૈક્ષણિક, લેખક, વૈજ્ઞાનિક અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પોતાના અમૂલ્ય યોગદાન માટે જાણીતા છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ પાછળનો આ છે ઈતિહાસ.. જે વિષે જણાવીએ, યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (UNO) એ ડો. અબ્દુલ કલામ જીવન જીવ્યા અને તેના કાર્યની યાદમાં 2010માં 15 ઓક્ટોબરને ‘World Students Day’ તરીકે જાહેર કર્યો હતો.. ડો.એ.પી.જે. અબ્દુલ કલામની ભૂમિકા અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમને વિદ્યાર્થીને ભણાવવાનો એટલો શોખ હતો કે ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે પદ છોડ્યા પછી પણ કલામ બીજા જ દિવસે બાળકોને ભણાવવા માટે શિક્ષણમાં પાછા ફર્યા.

ડો. કલામે ચેન્નાઈમાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું.. જે જણાવીએ, તેમણે નવેમ્બર 2001થી અન્ના યુનિવર્સિટી ચેન્નાઈમાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું છે. ડૉ. કલામનું એવું માનવું હતું કે, શિક્ષકની ભૂમિકા ચારિત્ર્ય, માનવીય ગુણોનું નિર્માણ, ટેક્નોલોજીથી વિદ્યાર્થીની ભણવાની અને શીખવાની ક્ષમતા વધારવી અને લેટેસ્ટ તેમજ ક્રિએટિવ બનવાનો આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. જે તેમને ભવિષ્યમાં સ્પર્ધાત્મક બનવામાં મદદ કરશે. વિશ્વ વિદ્યાર્થી દિવસ 2023 ની આ વખતની થીમ છે : ‘FAIL: શીખવાનો પ્રથમ પ્રયાસ’ (FAIL: First attempt at learning). તાજેતરના સમયમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યા કેસો વધતા જોવા મળ્યા છે તેથી આ થીમ એકદમ યોગ્ય છે. આ વિષય ભારત સરકાર હેઠળના શિક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ડૉ. કલામે હંમેશા તેમના વિદ્યાર્થીઓને પોતાના બેસ્ટ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જો તમે નિષ્ફળ થાઓ, તો ક્યારેય હાર માનો નહીં કારણ કે F.A.I.L. એટલે કે ‘શિખવાનો પ્રથમ પ્રયાસ’. ‘અંત એ અંત નથી, જો ખરેખર E.N.D નો અર્થ ‘Effort Never Dies’ છે. ‘જો તમને જવાબ તરીકે ના મળે, તો યાદ રાખો કે NO નો અર્થ ‘આગલી તક’ છે, તેથી હકારાત્મક રહેવું જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્વીડનની કંપનીને મહારાષ્ટ્રમાં ડિજિટલ મીટર લગાવવાનું ટેન્ડર મળ્યું
Next articleફ્રેન્કફર્ટમાં પેલેસ્ટિનિયન લેખક માટે પુસ્તક મેળા દ્વારા એવોર્ડ સમારોહ રદ