Home દુનિયા - WORLD ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન ની ટેલિફોનિક વાતચીત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી...

ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન ની ટેલિફોનિક વાતચીત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી

23
0

(જી.એન.એસ) તા. 20

વોશિંગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી, તો બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.જેમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે ઝેલેન્સકી સાથે “રશિયા અને યુક્રેનની વિનંતીઓ અને જરૂરિયાતો અનુસાર યુદ્ધવિરામ વિશે વાત કરી હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કર્યું, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ખૂબ જ સારી ફોન વાતચીત થઈ.જે લગભગ એક કલાક ચાલી મોટાભાગની ચર્ચા ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે થયેલા મારા ફોન કોલ પર આધારિત હતી,જેનો ઉદ્દેશ્ય રશિયા અને યુક્રેન બંનેને તેમની વિનંતીઓ અને જરૂરિયાતોના સંદર્ભમાં નજીક લાવવાનો હતો અમે સંપૂર્ણપણે ટ્રેક પર છીએ અને હું સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝને ચર્ચા કરાયેલા મુદ્દાઓનું ચોક્કસ નિવેદન આપવા માટે કહીશ.તે નિવેદન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

આ પહેલા, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ ટ્વિટર પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો અને ત્યારબાદ ઝેલેન્સકીના પ્રવક્તા સેર્ગેઈ નિકિયાફોરોવે પત્રકારોને જણાવ્યું હતું કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઓવલ ઓફિસથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન વાતચીત કરી રહ્યા છે.

યુક્રેન રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે, ‘યુક્રેનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનની ઉર્જા પ્લાન્ટો પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા માટે સંમત થયા હતા.’ આમ હાલપુરતી યુક્રેનને આંશિત રાહત મળી છે, જોકે પુતિને 30 દિવસના યુદ્ધવિરામના ટ્રમ્પના પ્રસ્તાવનો ઈન્કાર કરી દીધો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિની શું માંગણી છે?

ક્રેમલિને બુધવારે કહ્યું હતું કે, મંગળવારે પુતિન-ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થયા બાદ યુક્રેનના ઊર્જા પ્લાન્ટો પર હુમલાઓ અટકાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત યુક્રેન તરફ ઝીંકવામાં આવેલા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. બીજીતરફ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘પુતિનના શબ્દો પૂરતા નથી અને યુક્રેન ઊર્જા પ્લાન્ટોની યાદી આપશે. તેથી અમને આશા છે કે, અમેરિકા અને સાથી દેશોની નજર હેઠળ અમારા ઊર્જા પ્લાન્ટોની દેખરેખ રાખવામાં આવશે. તેઓ ઈચ્છે છે કે, સંપૂર્ણ યુદ્ધવિરામ થાય, પરંતુ પુતિનની શરતો મુજબ યુદ્ધવિરામ ઈચ્છતા નથી.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field