Home દુનિયા - WORLD ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી

83
0

(જી.એન.એસ) તા. 27

વોશિંગ્ટન,

અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, “જે કારનું નિર્માણ અમેરિકામાં થયું નથી અમે તેના પર 25 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. જો અમેરિકામાં જ કારનું નિર્માણ થયેલું હશે તો કોઈ ટેરિફ નહીં ચૂકવવો પડે. મારો નિર્ણય આગામી 2 એપ્રિલથી અમલમાં આવશે. ટ્રમ્પે ખાસ કહ્યું કે હાલમાં વિદેશી કાર અને હળવા ટ્રક પર જે ટેરિફ લાગુ છે એના સિવાય આ નવો ટેરિફ ઝીંકવામાં આવી રહ્યો છે. 

જો કે, ટ્રમ્પના આ પગલાથી ઓટો સેક્ટરમાં અરાજકતા ફેલાઈ શકે છે કારણ કે ટ્રમ્પના ઓચિંતા નિર્ણયને કારણે વ્યવસાયિક ભાગીદારો સાથે તણાવ વધશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તમામ ઓટો આયાત પર 25 ટકાના નવા ટેરિફની જાહેરાત પર યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને આકરી ટીકા કરતા કહ્યું હતું કે, “યુરોપિયન ઓટોમોટિવ નિકાસ પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણય બદલ મને ખૂબ જ દુઃખ છે”. તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયન તેના તેના આર્થિક હિતોનું રક્ષણ કરતા વાટાઘાટો દ્વારા આ વિવાદોનું ઉકેલ શોધવાનું ચાલુ રાખશે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field