વોશિંગ્ટનઃ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં થયેલા કેમિકલ અટેકને ભયાનક ગણવી માનવતા માટે ખૂબ જ દુ:ખદ ગણાવ્યો છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા સાથે મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સાથે ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારની સીરિયા મુદ્દે નીતિઓ પર પણ નિશાન સાધ્યું હતું. તો UNમાં સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં US એમ્બેસેડર નિક્કી હેલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર જો પગલા નહીં લે તો અમેરિકા ખુદ પોતાની રીતે પગલા લેવા તૈયાર છે.
પ્રેસકોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, ‘સીરિયામાં કેમિકલ હુમલામાં નિર્દોષ સિવિલિયન્સનાં મોત થયા જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.’
‘મારું એવું માનવું છે કે આ કેમિકલ હુમલો કરી સરકારે તમામ હદપાર કરી દીધી છે.’
ટ્રમ્પે કહ્યું કે, ‘કેમિકલ હુમલા બાદ સીરિયા પ્રત્યેનું તેઓનો અપ્રોચ બદલી ગયો છે, પહેલા લાગી રહ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવા સીરિયામાં વોર ચાલી રહ્યું છે પરંતુ ખુદ સરકારી સેના નિર્દોષો પર હુમલા કરી રહ્યું છે.’
ઉલ્લેખનીય છે કે સીરિયામાં કેમિકલ હુમલા પાછળ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટેન સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદની સેનાને જવાબદાર ગણાવી રહ્યાં છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઈસરે પણ કહ્યું કે, ‘આ ઘટના બાદ સીરિયાને લઈને અમેરિકાની નીતિમાં બદલાવ આવશે.’ ‘હુમલા બાદમાં અશદ સરકારની નવી હકીકત અમેરિકા સામે આવી છે.’
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ UNમાં કહ્યું કે જો સીરિયાના ઈડલિબ પ્રાંતમાં થયેલા કેમિકલ હુમલા પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તો અમેરિકા ખૂદ પોતાની રીતે પગલા લેશે. નિક્કી હેલીએ કહ્યું કે UN અનેક વખત પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહે છે ત્યારે અમેરિકાને ન છૂટકે કોઈ કાર્યવાહી કરવાની ફરજ પડે છે. હેલીએ કહ્યું કે જ્યાં સુધી રશિયા સાથ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અશદ સેના કેમિકલ હુમલા બંધ નહીં કરે. ઉલ્લેખનીય છે કે સીરિયામાં કેમિકલ હુમલા બાદ UNમાં સુરક્ષા પરિષદની એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2012માં કહ્યું હતું કે તેઓ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવા સામે મજબૂક પગલા લેશે, પરંતુ તેઓએ કોઈ પગલા લીધા નહીં. આ હુમલાની નિંદા સાથે અમેરિકા દુનિયાભરમાં પોતાના સહયોગીઓ સાથે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.