Home મનોરંજન - Entertainment ડોક્ટર સ્ટ્રેન્જ-૨ રિલીઝ થતા પહેલા જ દિવસે રેકોર્ડ કમાણી

ડોક્ટર સ્ટ્રેન્જ-૨ રિલીઝ થતા પહેલા જ દિવસે રેકોર્ડ કમાણી

58
0

(જી.એન.એસ),તા.૦૯
મુંબઈ
‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’ રિલીઝ થયા બાદથી જ બૉક્સ ઑફિસ પર પ્રભુત્વ ધરાવે છે. ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. બોલિવૂડની બે મોટી ફિલ્મો ‘રનવે ૩૪’ અને ‘હીરોપંતી ૨’ ગયા અઠવાડિયે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો અપેક્ષા મુજબ કમાણી કરી શકી ન હતી, પરંતુ દરેકને મોટી સ્ટાર કાસ્ટવાળી આ ફિલ્મો પાસેથી ઘણી આશા હતી. ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ૨’ રિલીઝ થયા પછી ‘રનવે ૩૪’ અને ‘હીરોપંતી ૨’ બોક્સ ઓફિસ પર ખરાબ નબળી પડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ૨’ એ રિલીઝના પહેલા દિવસે ૨૭.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હોલિવૂડ ફિલ્મ ‘સૂર્યવંશી’ના પહેલા દિવસે કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બેનેડિક્ટ કમ્બરબેચની ફિલ્મે બીજા દિવસે પણ સારો દેખાવ કર્યો અને લગભગ ૨૬ કરોડ રૂપિયાના કલેક્શન સાથે બે દિવસમાં લગભગ ૫૪ કરોડ રૂપિયાની કમાણી કરી. ‘સૂર્યવંશી’ દિવાળીના અવસરે રિલીઝ થઈ હતી, જેનો ફાયદો થયો હતો, જ્યારે ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ૨’ સામાન્ય સ્થિતિમાં રિલીઝ થઈ હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ૨’ની કમાણી વિશે ટિ્વટ કર્યું, ‘ડૉક્ટર સ્ટ્રેન્જનો પહેલો દિવસ શાનદાર રહ્યો. ભારતમાં પહેલા દિવસે ચોથી સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મ. ‘એવેન્જર્સ એન્ડગેમ’ ભારતમાં રિલીઝના પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ છે, જેણે પ્રથમ દિવસે ૫૩.૧૦ કરોડનું કલેક્શન કર્યું છે. આ પછી ૨૦૨૧માં રીલિઝ થયેલી ‘સ્પાઈડર મેન’ હતી જેણે પહેલા દિવસે ૩૨.૬૭ કરોડની કમાણી કરી હતી. અવેન્જેર્સ ઇન્ફીનિટી વોરએ પહેલા દિવસે ૩૧.૩૦ કરોડની કમાણી કરી હતી. ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ૨’ પહેલા દિવસે ૨૭.૫૦ કરોડની કમાણી કરીને ચોથા સ્થાને છે. ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ૨’ ૨૫૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ, છતાં કમાણી કરી. આ ફિલ્મને બોલિવૂડ ફિલ્મો તરફથી કોઈ પડકાર મળી રહ્યો નથી. ટ્રેન્ડ જાેતા લાગે છે કે, હોલીવુડની ફિલ્મ બોક્સ ઓફિસ પર હજુ પણ વધુ કમાણી કરશે. તે કમાણીના મામલામાં ‘આર.આર.આર’ અને ‘કેજીએફ ચેપ્ટર ૨’ને ટક્કર આપી શકે છે. ‘કેજીએફ ચેપ્ટર ૨’નું વિશ્વવ્યાપી કલેક્શન ૧૧૨૦ કરોડ રૂપિયા હતું, જ્યારે ‘આર.આર.આર’એ ૧૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકન્સ્ટ્રકશન કંપનીથી લઈ રેડ્ડી ફિલ્મના અભિનેતા સુધીની શેખર સુબેદીની પરિશ્રમગાથા
Next articleદિવંગત અભિનેતા અમજદ ખાન વિશે પુત્ર શાદાબ ખાને ઘણી હક્કીત જણાવી