(જી.એન.એસ),તા.૦૧
ડેવિડ વોર્નરે તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમત પહેલા વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. વોર્નર તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો ટોપ ક્લાસ બેસ્ટમેન સાબિત થયો હતો. ODIમાં તેના એવા પાંચ રેકોર્ડ છે જે તેને વનડે ફોર્મેટનો બેસ્ટ બેટ્સમેન સાબિત કરે છે, જેમાં ચાર રેકોર્ડ તો વોર્નરે વર્લ્ડ કપમાં બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને 2015 અને 2023નો વર્લ્ડ કપ જીતાડવામાં વોર્નરનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી 4,000, 5,000 અને 6,000 ODI રન બનાવનાર બેટ્સમેન છે..
ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે. ડેવિડ વોર્નરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમત સૌથી વધુ કુલ 6 સેન્ચુરી ફટકારી છે. ડેવિડ વોર્નર વર્લ્ડ કપની બે એડિશનમાં 500 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે. તેણે 2023ના વર્લ્ડ કપમાં 535 જ્યારે 2019ના વર્લ્ડ કપમાં 647 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન છે. તેણે વર્લ્ડ કપમાં 1000 રનનો આંકડો પાર કરવા માટે 19 ઈનિંગ્સ લીધી હતી. ડેવિડ વોર્નર ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 11 મેચમાં 48.63ની એવરેજથી 535 રન બનાવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.