પેટલાદ તાલુકાના સિલવાઈ ગામમાં રહેતા મૂળ ઈલેક્ટ્રીશ્યન શખસે તેના ઘરે પાંચ દિવસ પહેલાં કલર પ્રિન્ટર લાવી રૂપિયા 100ની દસેક જેટલી બનાવટી ચલણી નોટ છાપી હતી. જેને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલમાં તેના વિરૂદ્ધ ગુનો નોંધી તેની પૂછપરછ હાથ ધરી છે.પેટલાદના સિલવાઈ સ્થિત મલેકવાડા કસ્બામાં રહેતા 32 વર્ષીય જાબીરહુસૈન સલીમમીંયા મલેકની પોલીસે રૂપિયા 100ની 10 ચલણી નોટ સાથે ધરપકડ કરી છે.
પોલીસે પાળજ-પેટલાદ રોડ પરથી તપાસ કરીને કલર પ્રિન્ટર, લેપટોપ, સ્કેનર અને ચલણી નોટ કબજે લીધી હતી અને તેની સઘન પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં શખસ મૂળ ઈલેક્ટ્રીશયન છે અને તે પાંચેક દિવસ પહેલાં જ તેના ઘરે પ્રિન્ટર લાવ્યો હતો. એ પછી તેણે રૂપિયા 100ની બનાવટી ચલણી નોટ બનાવી હતી.
પોલીસ તપાસમાં તેણે બેથી ત્રણ ચલણી નોટ બજારમાં ફરતી કરી દીધી છે. શખસ પરણિત છે અને તેને આઠ વર્ષની પુત્રી પણ છે. તે અગાઉ આરબ દેશોમાં ઈલેક્ટ્રીશ્યન તરીકે પણ નોકરી કરી ચૂક્યો છે.
હાલમાં પોલીસે શખસને ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.