Home ગુજરાત ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા ગ્રહણિઓ પરેશાન

ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા ગ્રહણિઓ પરેશાન

55
0

બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂ.250 થી 300 સુધીના ભાવ

(જી.એન.એસ),તા.૧૫

જામનગર

લસણના ભાવ વધારાથી ગ્રહણિઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગ્રહણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે ગ્રહણીઓની રસોઈ ફીકી પડી રહી છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવો આસમાને પહોંચી રહ્યા છે. જામનગરમાં શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂ.250 થી 300 સુધીના ભાવ છે. જ્યારે ફોલેલા લસણના તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવોને લઈને ક્યાંક ને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાય છે. જ્યારે લસણના વધતા ભાવો અંગે જામનગરના શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ લસણની નિકાસ ખૂબ મોટાપાયે કરવામાં આવી રહી છે અને જેના કારણે યાર્ડમાં આવક ઘટી રહી છે.

જેના પગલે જામનગરની બજારોમાં લસણના ભાવ ખૂબ ઊંચા જઈ રહ્યા છે અને હજુ જો આ નિકાસ બંધ નહીં કરવામાં આવે તો આગામી બે થી ત્રણ મહિના આ પ્રકારે લસણના ભાવ બજારોમાં હજુ પણ વધી શકે તેવી સંભાવનાઓ છે. જ્યારે હાપા માર્કેટ યાર્ડમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. હાપા યાર્ડમાં જથ્થાબંધમાં એક મણના રૂપિયા 3500 થી 4000 સુધી લસણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષે હાપા યાર્ડમાં લસણના એક મણના રૂપિયા 500 થી 1000 સુધીના જ ભાવ હતા. દર ત્રણ વર્ષે આ પ્રકારની જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પરિસ્થિતિ સર્જાય છે. તેના પગલે છૂટક બજારમાં લસણના ભાવ ઉંચા જાય છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવોમાં પણ ધરખમ વધારો થતો હોવાનું હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું. કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને થઈ અસર છે. સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 ‎રૂપિયા છે.લસણના ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ બજેટ ખોરવાયું છે.દિવાળી સમયે પ્રતિ કિલો 200 રૂપિયા લસણનો ભાવ હતો.હવે પ્રતિ કિલો 100 રૂપિયાનો વધારો થતાં 300 રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યો છે. સુરતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લસણ આવે છે. કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ ખરીદી પર કાપ મૂકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો
Next articleદેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે : અંબાલાલ પટેલ