Home દેશ - NATIONAL ડુંગરપુર કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા

ડુંગરપુર કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા

40
0

એમપી એમએલએ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

(જી.એન.એસ) તા. 30

લખનૌ,

લોકસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કાના મતદાન પહેલાજ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એમપી એલએલએ કોર્ટે, ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે સાથેજ 14 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. એમપી એમએલએ કોર્ટે, આઝમખાનને ડુંગરપુર કેસમાં દોષિત જાહેર કર્યો હતો. એમપી એમએલએ કોર્ટે આઝમખાનને ડુંગરપુરમાં જમીન પર કબજો કરવા અને ઘરોમાં તોડફોડ કરવા માટે દોષી ઠેરવ્યા હતા.

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ને અગાઉ પણ ઘણા મામલામાં દોષિત ઠર્યા છે. હવે તેને અન્ય એક કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આઝમ પર વર્ષ 2019માં ડુંગરપુર કોલોની બળજબરીથી ખાલી કરાવવાનો આરોપ છે અને તેણે લોકોને ધમકી પણ આપી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં આઝમ ઉપરાંત કોન્ટ્રાક્ટર બરકત અલી પણ દોષિત ઠર્યા છે. એમપી એલએલએ કોર્ટે કોન્ટ્રાક્ટર બરકત અલીને સાત વર્ષની જેલની સજા અને 6 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈની વિશેષ અદાલતે ગેંગસ્ટર છોટા રાજનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી
Next articleઆગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે