Home અન્ય રાજ્ય ડી.આર.ડી.ઓ મારફતે SMART સિસટમ મિસાઈલનું સફળ પરિક્ષણ

ડી.આર.ડી.ઓ મારફતે SMART સિસટમ મિસાઈલનું સફળ પરિક્ષણ

21
0

(જી.એન.એસ) તા. 1

ભુવનેશ્વર,

1 મે, 2024ના રોજ અંદાજે 08:30 કલાકે ઓરિસ્સાના દરિયાકિનારા સ્થિત ડો.એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સુપરસોનિક મિસાઈલ-આસિસ્ટેડ રિલીઝ ઓ ટોર્પિડો (SMART) સિસટમનું  સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

SMART એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઈટ-વેઈટ ટોર્પિડો ડિલીવરી સિસ્ટમ છે., જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ટોર્પિડો ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( DRDO) દ્વારા ભારતીય નૌકાદળની  એન્ટિ-સબમરીન યુધ્ધ ક્ષમતાને હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ વધારવા માટે ડિઝાઈન વિકસાવવામાં આવી છે.

આ સિસ્ટમ પેરાશૂટ આધારિત રિલીઝ સિસ્ટમની સાથે પેલોડ તરીકે અદ્યતન ઙળવા વજનના ટોર્પિડોને વહન કરાવે છે.મિસાઈલને ગ્રાઉન્ડ મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. આ પરિક્ષણમાં સપ્રમાણ વિભાજન, ઈંજેક્શન અને વેગ કંટ્રોલ જેવી કેટલીક અત્યાધુનિક મિકેન્ઝમ્સને માન્ય કરવામાં આવી છે. આ કેનિસ્ટર આધારિત મિસાઈલ સિસ્ટમમાં અનેક અદ્યતન પેટા સિસ્ટમનો સમાવેશ થાય છે. જેમકે બે સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઈલેકટ્રોમિકેનિકલ એક્યુએટર સિસ્ટમ, પ્રિસીઝન ઈન્શિયલ સિસ્ટમ વગેરે.

રક્ષા મંત્રી રાજનાથ સિહે SMART ના સફળ ફ્લાઈટ-ટેસ્ટ માટે DRDO  અને ઉદ્યોગના ભાગીદારોને અભિનંદન આપ્યા છે.. તેમણે કહ્યું કે પ્રણાલીનો લિકાસ આપણી નૌકાદળની શક્તિને વધુ વધારશે.ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને R & D ના સચિવ તેમજ DRDO ના અધ્યક્ષ ડો.સમીર વી કામતે સમગ્ર SMART ટીમના સિનર્જિસ્ટીક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેને શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધવાના નિર્દેશ આપ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોવિશિલ્ડ આડઅસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, તપાસ માટે પેનલ બનાવવાની માંગ
Next articleગેનીબેન માટે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસભાને સંબોધશે, પ્રિયંકા ગાંધી 3 મેએ ગુજરાત આવશે