Home ગુજરાત ઉત્તર ગુજરાત ડીસામાં સાસરીયાના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું

ડીસામાં સાસરીયાના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું

20
0

(જી.એન.એસ) તા. 18

બનાસકાંઠા,

ડીસાના વાડી રોડ વિસ્તારમાં એક પરવાર માટે ખુબજ દુઃખદ અને આઘાતજનક ઘટના બની હતી. એક યુવાને સાસરીયાના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિણીત યુવાન તેના સાસરિયાથી વધુ ત્રસ્ત હતો. તેના સાસરીયાએ પત્નીને બીજે પરણાવી દેતા યુવાનને લાગી આવ્યું અને તેને આ અંતિમ પગલું ભર્યું હતું. આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ પરિણીત યુવાને પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. યુવાનનો પત્ની સાથે કોઈ બાબતે ઝગડો થયો હતો જે બાદ તેની પત્ની રિસાઈને પિયર જતી રહી. ત્યારબાદ યુવાને પત્નીને મનાવવા અનેક પ્રયાસ કર્યા છતાં તે પાછી ના આવી. ઉપરાંત યુવાનના સાસરિયા તેને ધમકી આપવા લાગ્યા હતા. સાસરિયાઓની ધમકી અને તેની પત્નીને બીજે પરણાવી દેતા વધુ લાગી આવ્યું. સાસરી પક્ષના ત્રાસથી યુવાને અંતિમ પગલુંભર્યું. જો કે યુવાને આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. યુવાનની આત્મહત્યાને લઈને ડીસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ વીડિયો કબ્જે કર્યો છે. વીડિયોમાં યુવાને આત્મહત્યા માટે કોને જવાબદાર કહ્યા છે અથવા તો કોના કારણ તે આત્મહત્યા કરી હતી તે બાબતે તપાસ કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં રાજકોટમાં iCALનું ઉદઘાટન થયું
Next articleવડોદરામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકોને દાખલ કરવામાં આવ્યા