Home ગુજરાત ડીસામાં બરોડા ગ્રામીણ બેંકનો મેનેજર લાંચ લેતા પાલનપુર એસીબીએ રંગે હાથ ઝડપ્યો

ડીસામાં બરોડા ગ્રામીણ બેંકનો મેનેજર લાંચ લેતા પાલનપુર એસીબીએ રંગે હાથ ઝડપ્યો

27
0

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખાના બ્રાન્ચ મેનેજર પશુપાલક પાસેથી પશુ નિભાવ લોનની અરજી પાસ કરવા રૂ.10,000ની લાંચ લેતા પાલનપુર એસીબીના હાથે ઝડપાયા છે. એસીબીની ટીમે મેનેજરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના આસેડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખા આવેલી છે. જેમાં ગામના એક પશુપાલકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પશુ નિભાવ લોન રૂપિયા દોઢ લાખ લેવા માટે અરજી કરી હતી. જે લોન પાસ કરવા માટે બેંક મેનેજરે રૂપિયા 10 હજારની લાંચની માગણી કરેલ હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરિયાદીએ પાલનપુર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીના બોર્ડર એકમ ભુજના મદદની નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ પાલનપુર એસીબીના પી.આઇ. એન.એ.ચૌધરીએ લાંચના છટકાનું આયોજન કરતા આસેડા ગામે બેંકની સાખાના મેનેજર જશવંત બી.દવે લાંચના છટકા દરમિયાન ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 10 હજાર સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયા હતા. જેથી એસીબીની ટીમે તેમની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં પોલીસ સ્ટે.ના ઝાંપો બાળકો પર પડતાં એકનું મોત, જયારે એક ઈજાગ્રસ્ત થયું
Next articleસુરતમાં પૂર્વ પ્રેમીએ શિક્ષિકાની સગાઈ તોડાવી, પીછો કરી ત્રાસ આપતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી