Home ગુજરાત ડીસામાં પ્રવિણ માળીની ઐતિહાસિક 41 હજાર મતથી જીત,  સ્વાગત માટે લોકોની 5...

ડીસામાં પ્રવિણ માળીની ઐતિહાસિક 41 હજાર મતથી જીત,  સ્વાગત માટે લોકોની 5 કિ.મી. લાંબી કતાર

26
0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સર્વત્ર કેસરિયો લહેરાયો છે, ત્યારે ડીસા વિધાનસભામાં પણ ભાજપે 41,403 ની ઐતિહાસિક લીડથી વિજય મેળવ્યો છે. ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીની જંગી બહુમતીથી વિજેતા થતા તેમનું ભવ્યતિ ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. ડીસા વિધાનસભા બેઠક માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને તો કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ડો. રમેશ પટેલ તો અપક્ષમાંથી સૌથી મોટો મતદાર સમાજ ધરાવતા લેબજી ઠાકોરે ઉમેદવારી કરી હતી. આમ ડીસા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામ્યો હતો.

જેમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ પોતાની ટિકિટ મળી તે દિવસે જ 51 અજાર મતોની જંગી લીડથી જીતીશું તેવો દાવો કર્યો હતો. જેમાં પ્રવીણ માળીનો આ દાવો મહદંશે સાચો ઠર્યો હતો. ડીસામાં ભાજપને 96,372 જ્યારે કોંગ્રેસને 54,969 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીની 41,403 મતોથીની સરસાઈથી જંગી જીત થઈ હતી. જ્યારે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરે પણ 44 હજાર મત મેળવી રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો. ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનો જંગી બહુમતીથી વિજય થતા તેઓ મતગણતરી સ્થળ પાલનપુરથી ડીસા આવતા ઠેર-ઠેર તેઓનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યારે ડીસામાં તેઓનું ભવ્ય વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું. ભાજપ કાર્યકરોએ ઠેર-ઠેર તેઓનું અભિવાદન કરી “ભારત માતાકી જય” અને “પ્રવીણભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે” ના નારાથી વાતાવરણ ગુંજવી દીધું હતું. જ્યારે ઉત્સાહી કાર્યકરોએ જેસીબીના પાવડા ઉપર ચઢી પ્રવીણભાઈનું અભિવાદન કર્યું હતું. તેમજ મોડી સાંજે તેમનું ભવ્ય વિજય સરઘસ શહેરના માર્ગો પર નીકળતા હજારો લોકોની જન મેદની ઉમટી પડી હતી.

પોતાની જીત બાદ પ્રવીણ માળીએ સમગ્ર ડીસા વિધાનસભાની જનતાને પોતાને જંગી બહુમતીથી જીતાડવા બદલ આભાર માની આ વિસ્તારમાં ભાજપના વિકાસ કાર્યો ને સદંતર પ્રગતિની દિશામાં લઈ જઈ ડીસાને પાણીદાર બનાવી તેમજ બટાકા ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદમણમાં શખ્શે એટીએમ કેબિનમાં યુવકનું એટીએમ કાર્ડ બદલી 1.70 લાખ ઉપાડનાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
Next articleકાલોલ બેઠક પર 1.12 લાખની લીડ સાથે ભાજપની ઐતિહાસિક જીત