Home ગુજરાત ડીસામાં ઓપીએસ મામલે શિક્ષકોનો સરકાર વિરૂધ સહી ઝુંબેશ કરી સૂત્રોચાર કર્યા

ડીસામાં ઓપીએસ મામલે શિક્ષકોનો સરકાર વિરૂધ સહી ઝુંબેશ કરી સૂત્રોચાર કર્યા

21
0

સરકારે શિક્ષકોની માંગણીઓ સ્વીકાર્યા બાદ પણ શિક્ષકોનું આંદોલન હજુ પણ ચાલુ છે. 2005 પછીના પણ તમામ શિક્ષકોને પપીએસ આપવાની માંગ સાથે ડીસામાં શિક્ષકોએ સહી ઝુંબેશ કરી રજૂઆત કરી હતી અને સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ડીસા શહેર સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ વિવિધ પડતર માગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું હતું.

જો કે સરકારે તેમની કેટલીક માંગણીઓ સ્વીકારી છે, પરંતુ 2005 પછીના શિક્ષકોની ઓપીએસ આપવાની વાત નકારી હતી. જેને લઇ ડીસાના સાઈબાબા મંદિર ખાતે શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ સરકાર વિરોધી સહી ઝુંબેશ કરી હતી

અને ઓપીએસ લેકે રહેંગે સહિત સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા. રાજ્યસંઘના પ્રમુખો અને મંત્રીઓ પણ સરકાર ની વાત માની સરકાર સાથે ભળી જતા શિક્ષકોએ તેમની સામે પણ બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે જો સરકાર શિક્ષકોની માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું સાચે જ તિરુપતિ મંદિરની આટલા કરોડની છે સંપતિ?!.. વિશ્વાસ જ નહી થતો…
Next articleજલ્દી શરૂ થઇ જશે દેશભરમાં 5G સેવાઓ, IT મંત્રી અશ્વિનિ વૈષ્ણવે કરી જાહેરાત