Home દેશ - NATIONAL ડીઆરઆઈએ 12.56 કરોડ રૂપિયાનું 14.2 કિલો વિદેશથી આવતું સોનું અને 4.73 કરોડ...

ડીઆરઆઈએ 12.56 કરોડ રૂપિયાનું 14.2 કિલો વિદેશથી આવતું સોનું અને 4.73 કરોડ રૂપિયાની અન્ય સંપત્તિ જપ્ત કરીને સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો

9
0

(જી.એન.એસ) તા. 5

બેંગલુરુ,

સોનાની દાણચોરી સામેની એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 12.56 કરોડ રૂપિયાની વિદેશી મૂળની સોનાની લગડીઓ લઈ જતા એક મુસાફરને અટકાવ્યો હતો.

ચોક્કસ ખાનગી માહિતીના આધારે, DRI અધિકારીઓએ 3 માર્ચ, 2025ના રોજ દુબઈથી બેંગલુરુ આવેલી 33 વર્ષની એક ભારતીય મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી 14.2 કિલો વજનની સોનાની લગડી કુશળતાપૂર્વક છુપાવેલી મળી આવી હતી. રૂ. 12.56 કરોડની કિંમતનો આ પ્રતિબંધિત માલ કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ અટકાયત બાદ DRI અધિકારીઓએ બેંગલુરુના લાવેલ રોડ પર સ્થિત તેના રહેણાંક પરિસરમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં તે તેના પતિ સાથે રહે છે. તપાસ દરમિયાન રૂ. 2.06 કરોડના સોનાના દાગીના અને રૂ. 2.67 કરોડની ભારતીય ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. મહિલા મુસાફરને કસ્ટમ્સ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

આ કેસમાં કુલ રૂ. 17.29 કરોડની જપ્તી થઈ છે, જે સંગઠિત સોનાની દાણચોરીના નેટવર્કને મોટો ફટકો છે. પકડાયેલો 14.2 કિલો સોનાનો જથ્થો હાલના સમયમાં બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જપ્ત કરાયેલી સૌથી મોટી સોનાની જપ્તીમાંથી એક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field