(જી.એન.એસ),તા.૩૦
નવીદિલ્હી
લોકસભામાં વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યું કે કેલેન્ડર વર્ષ 2021માં ભારતમાં આવતા FDIમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે ભારતમાં કુલ 74 અબજ ડોલરનું FDI આવ્યું હતું, જે કેલેન્ડર વર્ષ 2020માં 87.55 અબજ ડોલર હતું. FDIને આકર્ષવા માટે મોદી સરકારે પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં 100% FDI ને મંજૂરી આપવામાં આવી છે. આ મંજુરી ઓટોમેટીક રૂટ દ્વારા આપવામાં આવી છે. સરકાર સમય સમય પર આને લગતી નીતિમાં ફેરફાર કરતી રહે છે જેથી રોકાણકારોને આકર્ષી શકાય. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 2014 થી અત્યાર સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં કુલ 3,343 કરોડ રૂપિયા FDI તરીકે પ્રાપ્ત થયા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે વધુ અત્યાધુનિક ટેકનોલોજીના નિર્માણ માટે સતત રોકાણની જરૂર છે. તેમણે કહ્યું, “2001-2014ના સમયગાળા દરમિયાન, લગભગ રૂ. 1,382 કરોડનો કુલ FDIનો પ્રવાહ નોંધવામાં આવ્યો હતો અને વર્ષ 2014 થી અત્યાર સુધીમાં કુલ રૂ. 3,343 કરોડનું એફડીઆઇ પ્રાપ્ત થયું છે.” સંરક્ષણ રાજ્ય મંત્રી ભટ્ટે એમ પણ કહ્યું હતું. સ્વદેશી સંરક્ષણ એરક્રાફ્ટના સંશોધન અને વિકાસ માટે છેલ્લા ત્રણ વર્ષમાં ફાળવેલ અને ઉપયોગમાં લેવાતું બજેટ અનુક્રમે રૂ. 3,280 કરોડ અને રૂ. 2,835 કરોડ હતું. તેમણે કહ્યું કે સ્વદેશી સંરક્ષણ એરક્રાફ્ટના વિકાસ માટે કરવામાં આવેલા વિવિધ સંશોધનોમાં 100% સફળતા પ્રાપ્ત થઈ છે. ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે વિદેશી રોકાણની મર્યાદા વધારીને 74 ટકા કરી દીધી છે. આ મર્યાદા ઓટોમેટિક રૂટ પર છે. જો કોઈ વિદેશી કંપની સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી પર કામ કરે છે તો તે સરકારી રૂટ હેઠળ 100 ટકા સુધી રોકાણ કરી શકે છે. મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માંગે છે. ભારત મોટા પાયે હથિયારોની આયાત કરે છે. સરકારની યોજના આ દિશામાં સ્વદેશીકરણની છે. બજેટ 2018-19માં સરકારે સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે બે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરની જાહેરાત કરી હતી. પહેલો ડિફેન્સ કોરિડોર ઉત્તર પ્રદેશમાં અને બીજો કોરિડોર તમિલનાડુમાં બનાવવામાં આવશે. આ કોરિડોરની મદદથી સરકાર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માંગે છે. આ કોરિડોરની મદદથી સરકાર નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં બંને રાજ્યોમાં 10-10 હજાર કરોડનું રોકાણ આકર્ષવાની યોજના ધરાવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.