Home ગુજરાત ડિંડોલીમાં બીઆરટીએસ રેલિંગ કૂદી રસ્તો ઓળંગતા વિદ્યાર્થીનું સિટી બસની અડફેટે મોત

ડિંડોલીમાં બીઆરટીએસ રેલિંગ કૂદી રસ્તો ઓળંગતા વિદ્યાર્થીનું સિટી બસની અડફેટે મોત

30
0

ડિંડોલીના મહાદેવનગર પાસે બીઆરટીએસ બસની અડફેટમાં આવતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. મિત્રોની કારમાંથી ઉતરીને મંદિરમાં દર્શન કરવા બીઆરટીએસની રેલીંગ કૂદી રસ્તો ઓળંગતી વખતે બનેલા બનાવ અંગે ડિંડોલી પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. ડિંડોલી ગાયત્રીનગરમાં રહેતો 19 વર્ષીય પવન દિવાનસિંહ રાજપુત કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે. પવન ઘર નજીક ડીજે સાઉન્ડ સર્વિસની દુકાન ધરાવતા અનિલ પટેલ અને વિજય ઉર્ફે દિલીપ પાટીલ સાથે કારમાં બેસી મહાદેવનગર તરફ જતો હતો.

મહાદેવનગર પાસે કારમાંથી ઉતરી પવન રસ્તાની સામેની તરફ આવેલા સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે જતો હતો. પવન બીઆરટીએસની રેલીંગ કૂદીને રસ્તો ઓળંગતો હતો. ત્યારે ગોડાદરા તરફથી પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસની અડફેટમાં આવી જતા પવન ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેના મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં ટુંકી સારવાર બાદ પવનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિલના રૂ.11 નહીં ભરો તો લાઈટ કપાઈ જશે કહી 2 લાખની ઠગાઈ
Next articleકોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ બનવા તૈયાર નહોતું ખડગે બન્યા ત્યારથી દુ:ખી : સ્મૃતિ ઇરાની