Home દુનિયા - WORLD ડાર્ક પેટર્ન અપનાવતી ઇ-કોમર્સ કંપનીઓ પર થશે કાર્યવાહી

ડાર્ક પેટર્ન અપનાવતી ઇ-કોમર્સ કંપનીઓ પર થશે કાર્યવાહી

46
0

(GNS),27

હવે ડાર્ક પેટર્ન અપનાવતી ઈ-કોમર્સ કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. સરકારે ઈ-કોમર્સ કંપનીઓની ડાર્ક પેટર્ન પર ડ્રાફ્ટ માર્ગદર્શિકા બહાર પાડી છે. મહત્વનુ છે કે 28મી જૂને સરકારે આ મામલે ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને તૈયાર કરવા માટે તમામ ઈ-કોમર્સ કંપનીઓ અને હિતધારકો સાથે બેઠક યોજાઈ હતી. સરકારે તમામ હિતધારકો પાસેથી 30 દિવસમાં સૂચનો પણ માગ્યા હતા. ખાસ કરીને ડાર્ક પેટર્ન અપનાવતી ઈ-કોમર્સ કંપનીઓ દાયરામાં આવશે. ડાર્ક પેટર્નનો અર્થ છે ગેરવાજબી વેપાર પ્રથા એટલે કે ઇન્ટરનેટ પર ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને ગ્રાહકોને ખોટી રીતે પ્રભાવિત કરવા અને આમ કરનાર ઈ-કોમર્સ કંપનીઓને સજા કરવામાં આવશે. 28મી જૂને સરકારે આ મામલે ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને તૈયાર કરવા માટે તમામ ઈ-કોમર્સ કંપનીઓ અને હિતધારકો સાથે બેઠક યોજાઈ હતી. સરકારે તમામ હિતધારકો પાસેથી 30 દિવસમાં સૂચનો માંગ્યા હતા. જે વાણિજ્ય કંપનીઓ ગ્રાહકની પસંદગી સાથે છેડછાડ કરવાના તમામ પ્રયાસો કરે છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે કંપનીઓ આનું પાલન નહીં કરે તેમને દંડ કરવામાં આવશે. સરકાર કંપનીઓ પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવી શકે છે….

મેઇલિંગ પેટર્નમાં નવું સુચન વિષે પણ જણાવીએ, મેઇલિંગ પેટર્નમાં ગ્રાહકો તરફથી એક નવું સૂચન પણ ઉમેરવામાં આવ્યું હતું, જેને ટ્રિક પ્રશ્ન કહેવામાં આવે છે. ટ્રિક પ્રશ્નનું ઉદાહરણ એ છે કે ઇન્ટરનેટ પર શોપિંગ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર તમને અચાનક પૂછવામાં આવે છે કે શું તમે હવે ડિસ્કાઉન્ટ અને નવા કલેક્શનને લગતા અપડેટ્સ સાથેના સંદેશા પ્રાપ્ત કરવા માંગતા નથી? આવા ટ્રિક પ્રશ્નોને પણ ડાર્ક પેટર્ન ગણવામાં આવે છે. સરકારનો એક્શન પ્લાન વિષે જણાવીએ, ડાર્ક પેટર્ન શોધવા માટે, પ્લગઈન્સ, એપ્લિકેશન્સ, મોબાઈલ એપ્સ અને બ્રાઉઝર એક્સ્ટેન્શન્સ બનાવવામાં આવશે, જે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડાર્ક પેટર્નને તરત જ શોધી કાઢશે. આ ટેક્નોલોજી બરાબર એ જ રીતે કામ કરશે જે રીતે આજકાલ તમારા ફોન પર સ્પામ કોલર કે સામાન્ય ફોન કોલ આવે છે ત્યારે તેને અલગ-અલગ રંગીન સિગ્નલો દ્વારા ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, હવે હવાઈ મુસાફરીને લગતી ફરિયાદો બાદ ગ્રાહક મંત્રાલય એક્શનમાં આવ્યું છે. હવાઈ ​​સેવાઓ સંબંધિત હજારો ફરિયાદો મળ્યા બાદ કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલયે ટિકિટ વેચતી એરલાઈન્સ કંપનીઓ અને ઈ-કોમર્સ કંપનીઓને 8 નવેમ્બરે સમન્સ પાઠવ્યા છે. ઉપભોક્તા મંત્રાલયના સચિવ રોહિત સિંહે કહ્યું કે ઈ-કોમર્સ વેબસાઈટ પર એર ટિકિટ બુકિંગ અંગે પણ તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે આવી લગભગ 10,000 ફરિયાદો છે, આ અંગેની ફરિયાદ ગ્રાહક મંત્રાલયના પોર્ટલ પર નોંધવામાં આવી છે અને જેમાં ટિકિટ રદ્દીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેમાં રિફંડ ન મળવાનો અથવા સેવાઓની ગુણવત્તામાં ઘટાડો અથવા વળતરમાં વિલંબનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓનો આર્મી ચેક પોસ્ટ પર હુમલો, 3 સૈનિક ઘાયલ
Next articleસચિવાલય આંતર વિભાગીય વકતૃત્વ સ્પર્ધા સંપન્ન : ‘સેટ સ્પીચ’માં કિંજલ સાંગાણી અને ‘હેટ સ્પીચ’માં સચીન જોષી પ્રથમ ક્રમે