ડાંગ જિલ્લાના આહવા તાલુકાની એક યુવતીએ એક યુવક સામે છેડતી ફરિયાદ નોંધાઈ હતી. જેના પછી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, યુવક જામીન પર બહાર આવી ગામ નજીકના સ્મશાનમાં વૃક્ષની ડાળી પર ગળે ફાશો ખાઈ આપઘાત કરી લેતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે. યુવકની પત્નીએ ગામના જ છ લોકો સામે આપઘાત માટે ઉશ્કેરવાની પોલીસમાં ફરિયાદ કરી છે. સાપુતારા પોલીસ મથકે મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા 14/1/23 ના રોજ ગામની છોકરી ગામ નજીક જંગલમાં ગાયો ચરાવવા ગઈ હતી.
ત્યાં તેમના પતિએ છોકરીની છેડતી કરી હોવાની ફરિયાદ તેના પિતાએ કરી હતી. ફરિયાદના પગલે સાપુતારા પોલીસે ગુનો નોંધી યુવકની અટકાયત કરી જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ 6 જેટલા લોકોએ યુવકના ઘરે જઈ તેને ખોટું કૃત્ય કર્યું હોવાનું જણાવી તેને ઝાડ સાથે બાંધી માર મારવો જોઈએ અને તેને શરમથી મરી જવું જોઈએ તેમ જણાવ્યું હતું. ત્યારે યુવકને માઠું લાગી આવતા યુવકે ગામ નજીક સ્મશાન પાસે વૃક્ષની ડાળી પર ફાશો ખાઈ આપઘાત કર્યો હતો.
તેના પગલે સાપુતારા પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે આપઘાત કરવા દુષ્પ્રેરણાના આપવા સબબ ગામના છ ઈસમો ભરત ચૌધરી, જીવલ વારડે, મધુ ગવળી, સોમા પવાર, કૈલાશ ગાયકવાડ, નારાયણ ચૌધરી સામે આઈ.પી.સી. 306,504,506(2)114 અને સીઆરપીસી 174 મુજબ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.