Home ગુજરાત ડાંગના સ્થળાંતરિત શ્રમિક મતદારોએ ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો

ડાંગના સ્થળાંતરિત શ્રમિક મતદારોએ ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો

29
0

173-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતવિસ્તારના સ્થળાંતરિત મતદારોએ, તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો છે. સ્થળાંતરિત મતદારો માટેના નોડલ ઓફિસર-વ-જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, સરહદી ડાંગ જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ, ઔદ્યોગિક વસાહતો તથા મહારાષ્ટ્રની દ્રાક્ષ અને ડુંગળીની વાડીઓમાં પ્રતિવર્ષ અંદાજીત 24 હજાર 595 જેટલા શ્રમિકો સિઝનલ સ્થળાંતર કરતાં હોય છે.

આવા શ્રમિક મતદારોને ચૂંટણી પંચ તરફથી તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ડાંગના આ સ્થળાંતરિત શ્રમિક મતદારો પણ, મતદાનના દિવસે તેમના વતનના મતદાન મથકે આવીને મતદાન કરી શકે, તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે તેમને મતદાન માટે જાગૃત કર્યા છે. આ શ્રમિક મતદારોએ તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લઈ, અન્યોને પ્રેરણા પુરી પાડી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડ સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત
Next articleમહેસાણાના આખજ ગામે પાર્ક કરેલી ગાડી એકાએક સળગી ઉઠી, ફાટર ફાઇટરોએ કાબુ મેળવ્યો