Home દુનિયા - WORLD ડર્મસ્ટેડમાં બેબી અરીહાની સુરક્ષિત મુક્તિ માટે મૌન વિરોધ દર્શાવ્યો

ડર્મસ્ટેડમાં બેબી અરીહાની સુરક્ષિત મુક્તિ માટે મૌન વિરોધ દર્શાવ્યો

12
0

(GNS),13

જર્મન પાલક ગૃહમાં રહેતી ભારતીય બાળકી અરિહા શાહની માતા ધારા શાહે શુક્રવારે (11 ઓગસ્ટ) દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. ધારા શાહ માંગ કરે છે કે જર્મન સત્તાવાળાઓ અરિહાને ભારતીય સમુદાય સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપે. અરિહાના પરિવારનું કહેવું છે કે તેઓ જર્મન એમ્બેસીમાં જશે અને જર્મન એમ્બેસેડરને વિનંતી કરશે કે ભારતનો સ્વતંત્રતા દિવસ નજીક છે, તેથી અરિહાને તેના દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવવાની મંજૂરી આપવી જોઈએ. તે તેમનો સાંસ્કૃતિક અધિકાર છે અને તેનું રક્ષણ કરવું જરૂરી છે. અત્યારે મળતી માહિતી મુજબ જર્મનીના ડર્મસ્ટેડમાં બેબી અરીહાની સુરક્ષિત મુક્તિ માટે રેલી કાઢવામાં આવી હતી. અરીહાની મુક્તિ માટે NRI સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. તેમજ મૌન વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં આ NRI સમુદાયે અરીહાની સુરક્ષિત મુક્તિ માટે રેલી કાઢી હતી. ભારતના તિરંગા સાથે NRI સમુદાયે અપીલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું, લોકોને કરી અપીલ
Next articleખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી, કૃત્ય CCTVમાં કેદ