માંજલપુર વિસ્તારમાં વિવિધ સ્કીમો હેઠળ ઘર અને દુકાન અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર અપૂર્વ પટેલ સામે વધુ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક મહિલા સહિત ત્રણ જણાંએ અપૂર્વે રૂા.૯ લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવી છે.માંજલપુર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રશ્મીબેન વિપુલભાઈ વિડજા (રહે. વૈષ્ણવીદેવી સોસાયટી, જીઆઈડીસી રોડ, માંજલપુર)એ ઘર નજીક આવેલી મેપલ સિગ્નેચર નામની ઓફિસમાં જઇ અપૂર્વ પટેલ સાથે મુલાકાત કરી હતી.
બિલ્ડિંગનો નકશો જાેઈ એક દુકાન રૂા.૨૨ લાખમાં લેવાનું રશ્મીબેને નક્કી કર્યું હતું. અઢી વર્ષમાં પઝેશન આપવાનું કહી તેમણે અપૂર્વ પટેલને બુકિંગ પેટેના રૂા.૨.૮૦ લાખ આપ્યા હતા.ત્યારબાદ રૂા.૧૦૦ના સ્ટેમ્પ પર દુકાનનું બુકિંગ રદ કરવાનું લખાણ કરી રૂા.૭૦ હજારના ૪ ચેક રશ્મીબેનને આપ્યા હતા, જે ક્લીયર થયા ન હતા. જેથી રશ્મીબેને અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય બનાવમાં નિલેશ ભોગીલાલ પટેલ (રહે. સન એક્ઝોટિકા, બાલાજી પાર્ટી પ્લોટની બાજુમાં, માંજલપુર) રાજમહેલ રોડની વૈશાલી ટ્રાવેલ્સની ઓફિસમાં અપૂર્વ પટેલને મળ્યા હતા. જેમાં મેપલ ગ્રીનમાં રૂા.૨૬ લાખનો ફ્લેટ બુક કરાવ્યો હતો. જેમાં નિલેશ પટેલે બુકિંગની રકમ સાથે અપૂર્વ પટેલને રૂા.૪.૨૬ લાખ આપ્યા હતા. ત્યારબાદ અપૂર્વ પટેલે સોદો કેન્સલ કરી આપેલા ચેક રિટર્ન થયા હતા.
જેથી નિલેશ પટેલે અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત નૈશલ નિલેશકુમાર પટેલ (રહે. શ્રી સિદ્ધિ હાઇટ્સ-૨, કાન્હા ગોલ્ડ ફલેટ સામે, સોમા તળાવ) વર્ષ ૨૦૧૯માં મેપલ વિસ્ટાની ઓફિસમાં જઇ બે ફ્લેટના બુકિંગ માટે અપૂર્વ પટેલ સાથે વાતચીત કરી હતી. જેમાં બંને ફ્લેટની કિંમત રૂા.૩૪ લાખ નક્કી થઇ હતી.
ફ્લેટનું કામ સમયસર શરૂ થતાં નૈશલ પટેલે અપૂર્વ પટેલ પાસે બુકિંગ પેટે આપેલા રૂા.૨.૦૧ લાખ પાછા માગ્યા હતા. જાેકે અપૂર્વ પટેલે વાયદા કરી અને ધાકધમકી આપી રૂપિયા પાછા આપ્યા ન હતા. નૈશલ પટેલની ફરિયાદનો આધારે માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.