પોતાના શરીર પર ધૂણી અથવા ભસ્મ લપેટીને ફરે છે
(જી.એન.એસ),તા.૧૫
અમદાવાદ,
કડકડતી ઠંડીમાં સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ જાય છે. કાતિલ ઠંડીમાં જેટલા સ્વેટર પહેરો એટલા ઓછા પડે. આવામાં તમે ક્યારેય વિચાર્યુ છે કે, આવી હાડ થીજવતી ઠંડીમાં સાધુ સંતો કપડા વગર કેવી રીતે રહેતા હશે. નાગા સાધુઓ હંમેશા કપડા વગર નજર આવે છે. ભલે કોઈ પણ મોસમ હોય તેમના શરીર પર વસ્ત્રો નથી હોતા. તો કડાકાની ઠંડીમાં તેઓ કેવી રીતે જીવતા રહી શકે છે. નાગા સાધુ દરેક મોસમમાં કપડા વગર જ રહે છે. સવાલ એ છે કે, કાતિલ ઠંડીમાં નાગા સાધુઓ કેવી રીતે રહે છે. હકીકતમા આ પાછળ એક રહસ્ય છે. ઠંડીથી બચવા માટે નાગા સાધુ ત્રણ પ્રકારના યોગ કરે છે. તેઓ પોતાના વિચારો અને ખાણી પીણી પર સંયમ રાખે છે. તેઓ પોતાના શરીર પર ધૂણી અથવા ભસ્મ લપેટીને ફરે છે. તેમને ઠંડી ન લાગવી એ પણ એક અભ્યાસનો વિષય છે. નાગા સાધુ અભ્યાસથી પોતાના શરીરને ઠંડીની અનુકૂળ બનાવી છે. નાગા સાધુ બાહ્ય ચીજોને પણ આડંબર માને છે. આમ, તેઓ ઠંડીમાં પોતાના શરીરને સાચવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.