Home દુનિયા - WORLD ટ્‌વીટર રોજ ૧૦ લાખ સ્પામ એકાઉન્ટ ડિલિટ કરે છે

ટ્‌વીટર રોજ ૧૦ લાખ સ્પામ એકાઉન્ટ ડિલિટ કરે છે

47
0

(જી.એન.એસ),તા.૦૯
વોશિંગ્ટન
વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્‌વીટર દ્વારા રોજ ૧૦ લાખ સ્પામ એકાઉન્ટ પોતાના પ્લેટફોર્મથી ડિલિટ કરવામાં આવી રહ્યા છે. ટ્‌વીટરના અધિકારીઓએ જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય કંપનીના નકલી અને બોટ એકાઉન્ટ્‌સ પર ફોક્સ કરવાનો છે, કારણ કે કંપનીને તાજેતરમાં જ ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ‘સ્પામ બોટ્‌સ’ એકાઉન્ટ્‌સની સંખ્યા ઓછી કરવા ચેતવણી આપી છે. અહીંયા નોંધવું રહ્યું કે, કેટલાક સમય પહેલા એલન મસ્કે ૪૪ બિલિયન ડોલરમાં ટ્‌વીટરને ખરીદવાની વાત કહી છે. જાેકે, હવે એલન મસ્કનું કહેવું છે કે જાે કંપની એ ના જણાવી શકતી હોય કે તેમના રોજના એક્ટિવ યુઝર્સમાંથી સ્પામ એકાઉન્ટ્‌સની સંખ્યા કેટલી છે તો એ સોદો કરવા અંગે ફરી એક વિચારવા માટે મજબૂર થશે. આમ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટને લઇને બંને પક્ષોમાં મતભેદ બાદ સોદો અટકી ગયો છે. એલન મસ્કે સ્પામ બોટ્‌સને લઇને વ્યક્ત કરેલી ચિંતા બાદ ટિ્‌વટરના અધિકારી ફેક અને સ્પામ એકાઉન્ટ્‌સને લઇને ગંભીર છે. ટ્‌વીટરે સત્તાવાર રીતે એમ પણ કહ્યું કે, કેટલા એકાઉન્ટ્‌સ ખતરનાક છે, તેની ગણતરી કરવા માટે કંપની રેન્ડમ સેમ્પલ તરીકે હજારો એકાઉન્ટ્‌સની સમીક્ષા કરે છે. આ નક્કી કરવા માટે એકાઉન્ટ વાસ્તવિક છે, કંપની આઈપી એડ્રેસ, ફોન નંબર, લોકેશન અને એકાઉન્ટ્‌સ સક્રિય થવા પર કેવો વ્યવહાર કરે છે, જેવા સાર્વજનિક અને ખાનગી ડેટા બંનેનો ઉપયોગ કરે છે. ટિ્‌વટર ખોટી જાણકારીઓ શેર કરનારા નકલી એકાઉન્ટ્‌સની ઓળખ કરી તેમને ડિલીટ કરતું રહે છે. ટિ્‌વટરે કહ્યું કે નકલી એકાઉન્ટ્‌સને હટાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે જ્યારથી ટ્‌વીટરને ટેકઓવર કરવાની જાહેરાત કરી છે, ત્યારથી ટ્‌વીટરના કર્મચારીઓનું ભવિષ્ય જાેખમમાં મૂકાયું છે. આ દરમિયાન ટ્‌વીટરે પણ પોતાના કર્મચારીઓની સંખ્યામાં કાપ કરવાની પ્રક્રિયા શરુ કરી છે. નવા રિપોર્ટ મુજબ માઇક્રો-બ્લોગિંગ સાઈટ ટ્‌વીટરે પોતાની ટેલેન્ટ હંટ ટીમમાં ૩૦ ટકાની કાપ કરી છે. હમણાં સુધી ટ્‌વીટરે ૧૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ટ્‌વીટરે પોતાની ટેલન્ટ હંટ ટીમના લોકોથી પોતાનો રસ્તો અલગ કરી દીધો છે. હજુ વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવે તેવા સંકેત સાંપડી રહ્યા છે. કેમ કે એલન મસ્કે જૂનમાં ટ્‌વીટરના કર્મચારીઓ સાથેની પોતાની પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું કે કંપનીને આર્થિક રૂપે સ્વસ્થ થવું જરૂરી છે અને ખર્ચ પણ ઓછો કરવો પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રાઝિલની પૂર્વ મોડલનું રશિયાના મિસાઈલ હુમલામાં મોત
Next articleદેશમાં કોરોનાના એક્ટિવ કેસ સવા લાખને પાર થયો