Home દુનિયા - WORLD ટ્રાફિક નિયમના ભંગ બદલ સગીરને મોતની સજા સંભળાવાતા ફ્રાન્સ સળગ્યું

ટ્રાફિક નિયમના ભંગ બદલ સગીરને મોતની સજા સંભળાવાતા ફ્રાન્સ સળગ્યું

17
0

(GNS),01

ફ્રાન્સની રાજધાની પેરિસમાં મંગળવારે ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરવા બદલ 17 વર્ષના છોકરા નાહેલને પોલીસે ગોળી મારી દીધી હતી. સગીરના મોત બાદ ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળી છે. સેંકડો લોકોએ પેરિસની શેરીઓમાં પ્રદર્શન કર્યું અને આગ લગાવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રદર્શન દરમિયાન અનેક ઈમારતો અને કારોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પોલીસે ગોળી મારનાર અધિકારીની અટકાયત કરી છે.

ફ્રાન્સમાં હિંસા બાદ પેરિસની સડકો પર બે હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 150 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે આ ઘટનાથી આખો દેશ દુઃખી છે. કોઈ તર્ક આ રીતે નિર્દોષ સગીરની હત્યાને યોગ્ય ઠેરવી શકે નહીં. ત્યારે નેશનલ એસેમ્બલીમાં, સાંસદોએ એક મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleSCO મીટિંગમાં ભાગ લેશે પાકિસ્તાનના અને ભારતના વડાપ્રધાન
Next articleઅદાણી ગ્રુપ કંપનીનો શેર 1 વર્ષમાં 68% તૂટ્યો