(જી.એન.એસ) તા. 22
વોશિંગ્ટન,
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે ટ્રમ્પના નિશાન પર એવા ઇમિગ્રન્ટ્સ પણ છે કે જેઓ માત્ર ગ્રીન કાર્ડ મેળવવા માટેજ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ તેને ફેડરલ ગુનો ગણાવતા કહ્યું કે, આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી દીધી છે.
આ મામલે ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવા માટે ઘણા કડક પગલાં લીધાં છે, જેમાં એવા ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે યુએસ નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરે છે. USCIS એ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ઇમિગ્રેશન કાયદાઓથી બચવાના ઇરાદાથી લગ્ન કરે છે, તો તેને કલમ 1325(c) હેઠળ 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, કારણ કે તેને કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જે લોકો લગ્ન કરવાનો ઢોંગ કરીને મોટી કમાણી કરી રહ્યા છે તેમને ચેતવણી આપવામાં આવી છે કે તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ પગલું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને છેતરપિંડી કરનારાઓને એક મજબૂત સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે, જેથી અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.