અમેરિકાએ વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે
(જી.એન.એસ) તા.3
વોશિંગ્ટન,
ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બડા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેમથી એક સૌથી મોટો નિર્ણય છે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત. જેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘આ મુક્તિનો દિવસ છે જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.’ આ ઉપરાંત તેમણે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે.
અમેરિકા દ્વારા ભારત પર 26 ટકા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે,’વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. તે મારા ખૂબ જ સારો મિત્ર છે. પરંતુ આ મુલાકાત દરમિયાન મેં વડાપ્રધાન મોદીને કહ્યું કે તમે અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. ભારત હંમેશા અમેરિકા પાસેથી 52 ટકા ટેરિફ વસૂલ કરે છે. તેથી અમે તેમની પાસેથી 26 ટકાના ટેરિફનો અડધો ભાગ વસૂલ કરીશું.’
અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ ની અસર ભારત પર કેવી થશે તે ખૂબ મહત્વનું છે, ભારત ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે. નિષ્ણાતોના મતે, કેટલીક ભારતીય નિકાસકારો પર વધુ આયાત જકાત લાગી શકે છે.
અહેવાલો અનુસાર, આ ટેરિફને કારણે ભારતને વધારે નુકસાન થશે નહીં. ભારતની નિકાસમાં 3-3.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં વધતી નિકાસ અસરને ઓછી કરશે. યુરોપ-મધ્ય પૂર્વ-અમેરિકા દ્વારા નવા વેપાર માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. ભારતે તેના નિકાસ મિશ્રણને વૈવિધ્યીકરણ કર્યું છે.
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફની જાહેરાત કરતા પહેલા આ મહિનાની શરૂઆતમાં વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર ચર્ચા કરી, જેમાં આ ફરજોમાંથી મુક્તિ માંગવામાં આવી હતી.
ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફની સૌથી ખરાબ અસર કાપડ ઉદ્યોગ, જ્વેલેરી સેક્ટર પર પડી શકે છે.
વર્ષ 2023-24માં ભારતમાંથી લગભગ 36 અબજ ડોલર (લગભગ ૩ લાખ કરોડ રૂપિયા) ની કાપડ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 28 ટકા હતો, જે લગભગ 10 અબજ ડોલર (લગભગ 85,600 કરોડ રૂપિયા) હતો. વર્ષ-દર-વર્ષ આ પ્રદેશમાં અમેરિકા સાથે ભારતીય વેપારમાં વધારો જોવા મળ્યો છે. 2016-17 અને 2017-18માં કાપડ ઉદ્યોગમાં કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 21 ટકા હતો જે 2019-20માં 25 ટકા અને 2022-23માં 29 ટકા સુધી પહોંચ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.