અમેરિકા 1870થી 1913 દરમિયાન ટેરિફના કારણે જ વિશ્વનો સૌથી અમીર દેશ બન્યું હતું
(જી.એન.એસ) તા. 18
વોશિંગ્ટન,
થોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને ભારત સહિત 75 થી વધુ દેશો માટે લાગુ થનારી નવી ટેરિફ નીતિ પર 90 દિવસ માટે પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમનો દાવો છે કે તે બધા દેશો અમેરિકા સાથે વેપાર ચર્ચામાં જોડાવા માટે સંમત થયા છે. જવાબમાં, યુરોપિયન યુનિયન એ પણ વોશિંગ્ટન સાથે વાટાઘાટો માટે સમય આપવા માટે 90 દિવસ માટે પ્રતિશોધાત્મક ટેરિફ બંધ કરી દીધા.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમણે લાદેલા ટેરિફના લીધે અમેરિકનોને વધતી મોંઘવારીના મારનો આક્રોશ ટાળવા હવે તેમને ઇન્કમ ટેક્સ જ કાઢી નાખીશું તેવા દીવાસ્વપ્ન બતાવવા લાગ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ંકે ટેરિફથી અમેરિકાને એટલી આવક થશે કે આપણે ઇન્કમ ટેક્સ જ ખતમ કરી નાખવાની સ્થિતિમાં આવી જઇશું. તેની સાથે ટેરિફને મહામંદી સાથે જોડવાની તેમણે ટીકા કરી હતી.
ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની ટેરિફ પોલિસીથી અમેરિકા એટલું કમાઈ શકે છે કે ઇન્કમ ટેક્સને સંપૂર્ણપણે ખતમ કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે ટેરિફના કારણે અમેરિકાનો ખજાનો ભરાઈ જશે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ૧૮૭૦થી ૧૯૧૩ દરમિયાન ટેરિફ જ સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત હતો. આ દરમિયાન આપણે ટેરિફથી એટલી કમાણી કરી કે આપણે સૌથી ધનવાન દેશ બની ગયા હતા.
આ બાબતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ ખતમ કરીને અમેરિકન નાગરિકો પરના બોજને ખતમ કરી શકાશે. અન્ય દેશો પર ટેરિફ લગાવવાથી અમેરિકાને નોંધપાત્ર ફાયદો થશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફના કારણે આપણે હાલમાં રોજના અબજો ડોલર કમાઈ રહ્યા છીએ. આટલી રકમ આપણે અગાઉ ક્યારેય કમાયા નથી.
ટ્રમ્પે સૌથી પહેલા બીજી એપ્રિલ ૨૦૨૫ના રોજ ૧૮૦ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે બધા દેશો પર ૧૦ ટકાનો બેઝલાઇન ટેરિફ લગાવ્યો હતો. તેના પછી આ જ દેશો પર ૧૧ ટકાથી લઈને ૫૦ ટકા સુધીનો રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. આ ટેરિફ અમેરિકાના દરેક દેશ સાથેના વેપાર નફા અને નુકસાન તથા અમેરિકન સામાન પર લગાવવામાં આવેલા ટેરિફ આધારિત હતો.
તેના પછી નવમી એપ્રિલના રોજ ટ્રમ્પે ચીનને છોડીને બધા દેશો પરના રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ સુધી અટકાવ્યા હતા, પરંતુ ૧૦ ટકા બેઝલાઇન ટેરિફ જારી રાખ્યો છે. ટ્રમ્પે હાલના સમયમાં ચીન પર ૨૪૫ ટકા ટેરિફ લગાવ્યો છે અને ચીને તેના પર ૧૨૫ ટકા ટેરિફ લગાવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.