(જી.એન.એસ),તા.૨૫
ટેક્સાસ
અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ સતત વધી રહી છે. ગત સપ્તાહે ન્યૂયોર્કના બફેલો શહેરના એક સુપરમાર્કેટમાં ગોળીબારી થઇ હતી. આ પછી દક્ષિણી કેલિફોર્નિયામાં એક ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના થઇ હતી. આ પછી હ્યુસ્ટનના એક વ્યસ્ત બજારમાં પણ ગોળીબારી થઇ હતી. આ હુમલાને નસ્લીય હિંસા તરીકે જોવામાં આવ્યો હતો.અને હવે અમેરિકાના ટેક્સાસમાં એક સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. યુવાલ્ડેમાં રોબ એલિમેંન્ટ્રી સ્કૂલમાં 18 વર્ષીય યુવકે ફાયરિંગ કરી છે. આ હુમલામાં 18 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકના મોત થયા છે. 13 બાળકો, સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસવાળા પણ ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયા છે. રાષ્ટ્રપતિ બાઇડેને આ હુમલા પછી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. પોલીસ અધિકારીઓએ હુમલાખોરને મારવાનો દાવો કર્યો છે. હાલ તેની ઓળખને લઇને કોઇ સ્પષ્ટ પૃષ્ટી કરવામાં આવી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે રોબ એલિમેંટ્રી સ્કૂલની ઘટના ઘણી દુઃખદ છે. રાષ્ટ્રને સંબોધિત કરતા બાઇડેને કહ્યું કે આ એક્શન લેવાનો સમય છે. આપણે તે લોકોને બતાવવાની જરૂર છે કે જે કોમન સેન્સ ગન લો માં લેટ કરે છે કે વિધ્ન નાખે છે તેને આપણે ભૂલીશું નહીં. અમારી પ્રાર્થના તે માતા-પિતા માટે છે જે બેડ પર રહીને વિચારી રહ્યા હશે કે શું તે આ દર્દમાં ઊંઘી શકશે. એક દેશ તરીકે આપણે પૂછવું પડશે કે ભગવાનના નામે ક્યારે આપણે ગન લોબી સામે ઉભા રહીશું અને તે કરીશું જે કરવાની જરૂર છે. માતા-પિતા હવે પોતાના બાળકોને ફરી જોઇ શકશે નહીં. આ આત્માને ચીરી નાખે તેવું છે. બાઇડેને રોબ એલિમેંન્ટ્રી સ્કૂલમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં બધા સૈન્ય અને નૌસેનાના જહાજો, સ્ટેશનો સહિત વિદેશોમાં બધા અમેરિકી દૂતાવાસ અને અન્ય કાર્યાલયોમાં 28 મે સુધી રાષ્ટ્રીય ધ્વજ સૂર્યાસ્ત સુધી અડધો ઝુકાવેલો રાખવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેક્સાસના ગર્વનર ગ્રેગ એબોટ સાથે વાત કરી હતી. જેથી સ્કૂલમાં થયેલા ગોળીબાર મુદ્દે સહાયતા કરી શકાય.
ટેક્સાસ સ્કૂલમાં શૂટિંગ પછી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે બસ હવે ઘણું થયું. આપણામાં કાર્યવાહી કરવાનું સાહસ હોવું જોઈએ. ટેક્સાસના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી ખૌફનાક ગોળીબારી છે. ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં આવેલી આ સ્કૂલમાં 600 બાળકો અભ્યાસ કરે છે. 18 વર્ષીય હુમલાખોરે બીજી, ત્રીજી અને ચોથી ક્લાસમાં ભણતા માસૂમોને નિશાન બનાવ્યા હતા. કથિત શૂટરે સ્કૂલ જતા પહેલા પોતાની દાદીને પણ ગોળી મારી હતી. આ હુમલામાં 2 પોલીસ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા છે. હુમલા પછી જો બાઈડેને એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે સમય આવી ગયો છે કે આપણે તેની સામે કાર્યવાહી કરીએ. અમારી પ્રાર્થના આજે રાત્રે બિસ્તર પર પડેલા માતા-પિતા માટે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.