(જી.એન.એસ) તા. 27
ન્યુયોર્ક,
ટી20 વર્લ્ડકપ માટે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુયોર્ક પહોંચી ચુકી છે, 3 મેચ અને વોર્મઅપ મેચ ભારતને આજ શહેરમાં રમવાના છે. જેનો વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો છે.વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં આવતા મહિનાથી આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024 શરુ થશે. 29 દિવસ સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન, ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ન્યુ ગિની, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળની ટીમ ભાગ લેશે.
આજ શહેરમાં ટીમ ઈન્ડિયા અંદાજે 2 અઠવાડિયા સુધી રોકાશે. કારણ કે, રોહિત શર્માની આગેવાની વાળી ટીમને અહિ મેચ રમવાની છે. બાકી રહેલા ખેલાડીઓ પણ ટુંક સમયયમાં ટીમમાં જોડાય જશે. બીસીસીઆઈએ વીડિયો શેર કર્યો છે. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ વિરુદ્ધ 1 જૂનથી વોર્મઅપ મેચ રમાશે જે વિરાટ કોહલી રમશે નહિ. કારણ કે, તે થોડો મોડો ન્યુયોર્ક પહોંચશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે.તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ ગ્રુપ એમાં છે, તેની સાથે પાકિસ્તાન, આયરલેન્ડ , કેનેડા અને અમેરિકાની ટીમ છે.તેમજ ટી20 વર્લ્ડકપ સેમિફાઈનલ 26,27 જૂનના રોજ રમાશે અને ટી 20 વર્લ્ડકપની ફાઈનલ મેચ બારબાડોસમાં 29 જૂનના રોજ રમાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.