(જી.એન.એસ) તા. 20
વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે સુપર 8 નો મુકાબલો રમાયો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે શાનદાર જીત મેળવી હતી અને સુપર 8 માં પોતાની ધમાકેદાર શરૂઆત નોંધાવી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 180 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં જોસ બટલરે 22 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી. બટલરે તેની ટૂંકી ઇનિંગ્સમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ સાથે જ તેને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. આ 25 રન ફટકારવાની સાથે જ હવે જોસ બટલર ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિકેટ કીપર બેટ્સમેન બની ગયો છે. બટલરે હવે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2967 રન બનાવ્યા છે. બટલરે હવે આ યાદીમાં મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે.
1. જોસ બટલર- 2967 રન*
2. મોહમ્મદ રિઝવાન- 2952 રન*
3. ક્વિન્ટન ડી કોક- 2450 રન*
4. મોહમ્મદ શહેઝાદ- 2030 રન
5. એમએસ ધોની- 1617 રન
જો કે, આ મેચમાં ઈંગ્લેન્ડને શાનદાર વિજય મળવા પાછળ સોલ્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં તેને સૌથી વધુ 87 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેની માટે તેની પસંદગી મેં ઓફ ધ મેચ તરીકે કરવામાં આવી હતી. હવે આગળના સમયમાં આ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ નો દેખાવ કેવો રહેશે તે તો જોવું રહ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.