Home રમત-ગમત Sports ટી 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ...

ટી 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી

75
0

(જી.એન.એસ) તા. 6

ધર્મશાલા,

ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની આ જર્સી ધર્મશાલાના પહાડોની વચ્ચે હેલિકોપ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની નવી જર્સી આકર્ષક લાગી રહી છે. જર્સીની સ્લીવ્સ કેસરી રંગની છે અને આ સિવાય તેમાં વાદળી રંગ છે. જર્સી લોન્ચ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ જોવા મળી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ હેલિકોપ્ટર દ્વારા જર્સીને આવતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એડિડાસ ટીમ ઈન્ડિયાની જર્સીનું સ્પોન્સર છે. આ જર્મન કંપની વર્ષ 2028 સુધી ટીમ ઈન્ડિયાની જર્સીની સ્પોન્સર રહેશે. એડિડાસે આ માટે 350 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ ગઈ છે અને તેની સાથે જ રોહિત અને કંપની હવે જીતના નવા સપના સાથે ટી 20 વર્લ્ડ કપ 2024માં ઉતરશે. સ્વાભાવિક રીતે જ ટીમ ઈન્ડિયાનું સપનું 2013 પછી પ્રથમ આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાનું છે. આ ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત ટીમ છે. ટીમના 15 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી 2024: શિરોમણી અકાલી દળ ચંદીગઢના ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર
Next articleઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં એક વિદ્યાર્થીની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા