(જી.એન.એસ) તા. 6
ટી-20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થશે. આ વખતે વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા વેસ્ટ ઈન્ડિઝ એટલે કે કેરેબિયન દેશોને આતંકવાદી હુમલાની ધમકી મળી છે. આ ધમકી ઉત્તર પાકિસ્તાન તરફથી આવી છે. આ ઘટના ના કારણે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આને લઈને સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
ટી20 વર્લ્ડ કપ દરમિયાન કેરેબિયન દેશોને નિશાન બનાવવા માટે ઉત્તર પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠન IS-ખોરાસાન તરફથી ધમકી મળી છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે 2024ના T20 વર્લ્ડ કપ સહિત વિશ્વભરની મોટી ઈવેન્ટ્સને નિશાન બનાવવાની ધમકી આપી છે. કેરેબિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આઈએસના મીડિયા ગ્રુપ ‘નાશિર પાકિસ્તાન’ પાસેથી ગુપ્ત માહિતી મળી હતી. ત્રિનિદાદ એક્સપ્રેસ અનુસાર, ‘નાશિર પાકિસ્તાન’ IS સાથે જોડાયેલી પ્રોપેગેન્ડા ચેનલ છે.
આ ગંભીર મુદ્દા પર મીડિયા સૂત્રો સાથે વાત કરતા ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સે જણાવ્યું હતું કે, “અમે યજમાન દેશો અને શહેરોમાં સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરીએ છીએ અને વૈશ્વિક લેન્ડસ્કેપનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન કરીએ છીએ જેથી કોઈપણ જોખમોને ઘટાડવા માટે અમારી જરૂરી યોજનાઓ અમલમાં કરી શકીએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.