Home રમત-ગમત Sports ટી-20ના ઈતિહાસની સૌથી રોમાંચક મેચ હતી, 2 બૉલમાં પૂરી મેચ જ જીતી...

ટી-20ના ઈતિહાસની સૌથી રોમાંચક મેચ હતી, 2 બૉલમાં પૂરી મેચ જ જીતી લીધી

47
0

ટી 20 ક્રિકેટ એટલે કે, ચોગ્ગા અને છગ્ગાનો ખેલ. અહીં મોટા સ્કોર પણ જોવા મળે છે. એક ટીમ મેચમાં લગભગ 280 રનનો સ્કોર પણ બનાવી ચુકી છે. પણ કોઈ ટીમ ફક્ત 2 બોલમાં મેચ જીતી લે, તો ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરશે. આવું થયું છે અને તે પણ ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં સ્પેને આઈલ ઓફ મૈન ટીમ વિરુદ્ધ આવું કર્યું. મેચમાં આઈલ ઓફ મૈનની ટીમે પહેલા બેટીંગ કરતા ફક્ત 10 રન જ બનાવ્યા હતા. આ ટીમ 20નો સૌથી નાનો સ્કોર છે. જવાબમાં સ્પેને ફક્ત 2 બોલમાં મેચ જીતી લીધી હતી. બંને દેશોની વચ્ચે ટી 20 દ્વિપક્ષીય સીરીઝમાં આ રેકોર્ડ બન્યો હતો. મેન ટી 20 રેકોર્ડ જોઈએ તો, આ અગાઉ સૌથી ઓછો સ્કેર સિડની થંડરે બનાવ્યો હતો.

ગત વર્ષએ 16 ડિસેમ્બેર એડિલેડ સ્ટ્રાઈકર્સ વિરુદ્ધ સિડની થંડરની ટીમ ફક્ત 15 રન જ બનાવી શકી હતી. મેચમાં સ્પેને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈલ ઓફ મૈનની ટીમ 8.4 ઓવરમાં 10 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 7 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. 4 બેટ્સમેન જ રન બનાવી શક્યા. આઈલ ઓફ મૈન તરફથી 7માં નંબર પર ઉતરેલા જોસેફ બરોસે સૌથી વધારે 4 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત 3 બેટ્સમેન 2-2 રન બનાવીને મોહમ્મદ કામરાને 4 ઓવરમાં 4 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેમાં એક હૈટ્રિક હતી. એક અન્ય ફાસ્ટ બોલર અતિફ મોહમ્મદે 4 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ લીધી હતી. તો વળી લેગ સ્પિનર લોર્ન બર્ન્સે 7 બોલ પર 2 વિકેટ લઈને આઈલ ઓફ મૈનની ટીમને સમેટી લીધી હતી. તેણે એક પણ રન આપ્યો નહોતો. જવાબમાં સ્પેને ટાર્ગેટને 2 બોલમાં પણ મેળવી લીધો. જોસેફના પ્રથમ બોલ નોબોલ રહ્યો. બીજા 2 બોલ પર આવેશ અહમદે છગ્ગો માર્યો અને ટીમને જીતાડી દીધી. ટીમના 118 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી. આ પણ રેકોર્ડ છે. આ અગાઉ કેન્યાએ માલી વિરુદ્ધ 105 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. આઈલ ઓફ મૈન 2004માં આઈસીસીનું સભ્ય બન્યું. 2017માં તેને એસોસિએટ મેમ્બરનું સભ્યપદ મળ્યું. ટીમ યૂરોપિયન ટી 20 વર્લ્ડ કપની ક્વાલિફાયર પણ રમી ચુકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાની મુખર્જીની નવી ફિલ્મની સ્ટોરી તો ચોક્કસ તમને રડાવી દેશે!
Next articleT20 મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત સાથે કપ પણ જીત્યો