Home મનોરંજન - Entertainment ટીવી સિરિયલ ‘તુ તુ મૈં મૈં’ OTT પર કમબેક માટે તૈયાર

ટીવી સિરિયલ ‘તુ તુ મૈં મૈં’ OTT પર કમબેક માટે તૈયાર

28
0

(GNS),23

જાણીતા ફિલ્મ એક્ટર-ડાયરેક્ટર સચિન પિલગાંવકરે ટીવી સિરિયલમાં પણ આગવી ઓળખ ઊભી કરી છે. બાલિકા વધુ, નદિયાં કે પાર સહિતની સફળ ફિલ્મો બાદ ૧૯૯૪ના વર્ષમાં તેઓ ટીવી શો ‘તુ તુ મૈં મૈં’ લઈને આવ્યા હતા. ૨૦૦૦ના વર્ષ સુધી એટલે કે છ વર્ષ સુધી આ શો ચાલ્યો હતો. તે સમયે ટીવીના પડદા પર સાસુ-વહુ વચ્ચેના ખાટા-મીઠા સંબંધોને રમૂજી અને સંવેદનશીલ રીતે દર્શાવવામાં આવ્યા હતા.

સચિન પિલગાંવકરે ડાયરેક્ટ કરેલી આ ટીવી સિરિયલમાં સાસુનો રોલ રીમા લાગુએ અને વહુનો રોલ સુપ્રિયા પિલગાંવકરે કર્યો હતો. ૨૦૦૦માં આ શો ઓફ એર થયા પછી સચિને ૨૦૦૬માં તેની સીક્વલ ‘કડવી ખટ્ટી મીઠી’નામથી બનાવી હતી. સીક્વલમાં પણ તેમણે લીડ કાસ્ટ યથાવત રાખી હતી. ઓટીટીના આ સમયમાં વીતેલા જમાનાની યાદગાર સિરિયલો પાછી ફરી રહી છે ત્યારે ‘તુ તુ મૈં મૈં’ના પુનરાગમની તૈયારીઓ પણ ચાલી રહી છે.

સચિને એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ‘તુ તુ મૈં મૈં’ શોને પાછો લાવવા કામ ચાલી રહ્યું છે. આ વખતે સ્ટોરીમાં થોડો ફરક જોવા મળશે. સુપ્રિયા આ વખતે વહુના બદલે સાસુનો રોલ કરશે. આ શોને ટેલિવિઝનના બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ સિરિયલમાં સાસુ અને વહુને ભેગા મળીને જીવનને માણતા અને એકબીજા સાથે મસ્તી કરતા દર્શાવાયા છે. ક્યાંક માનવ સહજ ઈર્ષા અને ગુસ્સા જેવી લાગણીઓ પણ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભવ્ય ગાંધીએ લંડનમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું, સો.મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા
Next articleસલમાન ખાનને ધર્મેન્દ્રની ‘પ્રતિજ્ઞા’માંથી મળી હતી દબંગની પ્રેરણા