(જી.એન.એસ),તા.23
મુંબઈ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને વિશ્વ ક્રિકેટના ઘણા મહાન ખેલાડીઓની પસંદગી કરીને આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી છે. રવિચંદ્રન અશ્વિને IPLની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. રસપ્રદ વાત એ છે કે, રવિચંદ્રન અશ્વિને એક ભારતીય ખેલાડીને IPLની પોતાની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. રવિચંદ્રન અશ્વિને જે ભારતીય ખેલાડીને પોતાની પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે, તેનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની). મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ 5 IPL ટાઇટલ જીત્યા છે. જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે પણ 5 ટાઈટલ જીત્યા છે, પરંતુ રવિચંદ્રન અશ્વિનની નજરમાં મહેન્દ્ર સિંહ ધોની જ બેસ્ટ કેપ્ટન છે. રવિચંદ્રન અશ્વિને ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. રવિચંદ્રન અશ્વિને રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનર તરીકે વિરાટ કોહલીને પસંદ કર્યો છે. રવિચંદ્રન અશ્વિને સુરેશ રૈનાને નંબર 3 અને સૂર્યકુમાર યાદવને નંબર 4 પર બેટિંગ કરવા માટે પસંદ કર્યો છે. રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સને 5માં નંબર પર બેટિંગ કરવા માટે પસંદ કર્યા છે. રવિચંદ્રન અશ્વિને તેની પ્લેઈંગ ઈલેવન (પ્લેઈંગ 11)માં છઠ્ઠા નંબરે બેટ્સમેન અને વિકેટકીપરની સાથે કેપ્ટન્સીની જવાબદારી મહેન્દ્ર સિંહ ધોનીને સોંપી છે. રવિચંદ્રન અશ્વિને અફઘાનિસ્તાનના સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાનને 7મા નંબર પર પસંદ કર્યો છે. રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર સુનિલ નારાયણને રાશિદ ખાનના સ્પિન પાર્ટનર તરીકે પસંદ કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.