(GNS),26
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં કલાકારોનો કાફલો જમા થઈ રહ્યો છે. ‘સિંઘમ અગેઇન’માં મહિલા પોલિસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં દિપીકા પદુકોણની એન્ટ્રીની જાહેરાત બાદ જાણવા મળ્યું છે કે હવે ફિલ્મમાં ટાઇગર શ્રોફને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે. વિશેષ ભૂમિકા માટે શૂટિંગ માટે તેણે 12 દિવસની ફાળવણી કરી છે. ટાઇગર પણ પોલિસની ભૂમિકામાં છે. તે પ્રથમ શીડ્યુલમાં અજય, અક્ષય અને રણવીર સાથે કામ કરશે. આ ફિલ્મમાં રોહિત શેટ્ટીનાં કોપ યુનિવર્સની ત્રણ ફિલ્મોનાં સ્ટારનું મિશ્રણ છે. જેમાં અજય દેવગણ બાજીરાવ સિંઘમ તરીકે, અક્ષય કુમાર સૂર્યવંશી તરીકે રણવીર સિંહ સિમ્બા તરીકે દેખાશે. જ્યારે દિપીકા મહિલા લેડી સિંઘમ અને કરીના કપૂર સિંઘમની પત્નીનો રોલ કરશે. હવે તેમાં ટાઇગર નો ઉમેરો થયો છે.
આવતા વર્ષે ટાઇગરની આ એક માત્ર ફિલ્મ હશે એમ કહેવાય છે. ફિલ્મ સપ્ટેમ્બરમાં ફ્લોર પર જાય તેવી સંભાવના છે અને 2024માં 15 ઓગસ્ટનાં રોજ રિલીઝ કરવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીનાં પ્રોડક્શન હાઉસે સ્પષ્ટતા કરી હતી કે ‘સિંઘમ અગેઇન’ હજુ પ્રિ-પ્રોડક્શન સ્ટેજમાં છે અને મિડીયાએ અટકળો કરવાનું ટાળવું જોઇએ. એ સમયે એવાં અહેવાલો આવ્યા હતા કે વિકી કૌશલ આ ફિલ્મમાંથી નીકળી ગયો છે કારણ કે તે લક્ષ્મણ ઉત્તેકરની ફિલ્મ ‘છાવા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. વિકી અજય દેવગણનાં પાત્ર બાજીરાવ સિંઘમના ભાઇની ભૂમિકા ભજવવાના હતા, જે પોલિસકર્મી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.