Home મધ્ય ગુજરાત અમદાવાદ ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે 27 જૂન, 2024ના રોજ અમદાવાદમાં ડાક...

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે 27 જૂન, 2024ના રોજ અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન

23
0

(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 27 જૂન, 2024ના રોજ 15.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન થશે.

અમદાવાદાની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ( અમદાવાદ શહેર), પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ 380009ને મોકલવી જેથી નિયત તા. 24 જૂન, 2024 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત ફરિયાદની એક અરજીમાં એક કરતાં વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાવાગઢમાં પ્રતિમાની તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ 
Next articleઅમદાવાદની એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો