ટંકારાના મીતાણા નજીક ઓવરબ્રીજ પાસે સવારના સુમારે એક સ્વીફટ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ચારમાંથી બે વ્યકતીઓના મોત નીપજ્યા હતા. તો અન્ય બેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મોરબી રાજકોટ હાઈવે પર આવેલ મીતાણા ગામના ઓવરબ્રીજ સાથે સવારના એક સ્વીફટ કાર જીજે 03 ઈઆર 4200 ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી.
જેમાં સવાર મોરબીના નવી પીપળી ગામે રહેતા જય જીતેન્દ્રભાઈ ચાવડા (ઉંવ.26)નું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. તો રોહિતભાઈ ડાયાભાઇ કોળી રહે-ત્રાજપર, મોરબી, રૂપેશભાઈ મનજીભાઈ ધોળકિયા અને ત્રાજપરના રહેવાસી ગોપાલભાઈ અગેચાણીયા રહે-ત્રાજપર, તા. મોરબીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રોહિતભાઈ કોળીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે રૂપેશભાઈ ધોળકીયા અને ગોપાલભાઈ અગેચાણીયાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ઘટના અંગે સ્વીફટ કારમાં સવાર તમામ યુવાનો રાજકોટથી ગરબી જોઇને પરત મોરબી ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે.
બે યુવાનોના મૃત્યુને પગલે પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. ધટના અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.