Home રમત-ગમત Sports જ્યાં સુધી ચાલી શકતો હશે ત્યાં સુધી IPLમાં રમવાનું ચાલુ રાખીશ :...

જ્યાં સુધી ચાલી શકતો હશે ત્યાં સુધી IPLમાં રમવાનું ચાલુ રાખીશ : ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ

48
0

(જી.એન.એસ),તા.૦૭

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે તે જીવનના છેલ્લા શ્વાસ સુધી અથવા તો જ્યાં સુધી ચાલી શકતો હશે ત્યાં સુધી એટલે કે ફિટ હશે ત્યાં સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમતો રહેશે. મેક્સવેલનો કહેવાનો અર્થ એ હતો કે તે ફિટ રહેશે ત્યાં સુધી આઇપીએલમાં તો રમતો જ રહેશે. 35 વર્ષીય મેક્સવેલે તાજેતરમાં ભારતમાં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. તેણે એક મેચમાં બેવડી સદી ફટકારીને ટીમને અસામાન્ય વિજય અપાવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં ભારત સામેની ટી20 સિરીઝમાં પણ તેની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ લગભગ સંભવિત પરાજયમાંથી બહાર આવીને વિજય હાંસલ કર્યો હતો. પાંચ મેચની સિરીઝમાં સૂર્યકુમાર યાદવની ટીમ સામે ઓસ્ટ્રેલિયાનો એ એક માત્ર વિજય હતો..

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું કે આઇપીએલ કદાચ મારી કારકિર્દીની અંતિમ ટુર્નામેન્ટ હશે કેમ કે હું જ્યારે ચાલી શકવા માટે પણ શક્તિમાન નહીં હોઉં ત્યાં સુધી આ ટી20 લીગમાં રમતો રહીશ. હું હંમેશાં કહેતો આવ્યો છું કે મારી કારકિર્દીમાં આઇપીએલ સતત સારી ટુર્નામેન્ટ રહી છે. હું જેમને મળેલો છું, મારા વિવિધ કોચ, મારા સુકાનીઓ, ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ, હરીફ ખેલાડીઓ આ તમામ બાબતો મારી કારકિર્દીના ઘડતરમાં ખૂબ જ લાભકારક રહી છે તેમ મેક્સવેલે ઉમેર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે તમે મેચ દરમિયાન બે મહિના સુધી ડી વિલિયર્સ અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથે રહો છો, અન્ય મેચોની ચર્ચા કરો છો, મેચો નિહાળો છો. આ બાબત લગભગ દરેક ક્રિકેટર માટે શીખવા જેવો અનુભવ હોય છે અને તેઓ આ માટે આતુર હોય છે. મેક્સવેલનું માનવું છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સે આગામી ટી20 વર્લ્ડ કપ અગાઉ આઇપીએલમાં રમવું જોઇએ જેથી તેમને સારો ટી20 અનુભવ મળી રહે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field