Home દેશ - NATIONAL જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યુ ત્યાનો જૂનો વિડીયો વાયરલ થયો

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યુ ત્યાનો જૂનો વિડીયો વાયરલ થયો

57
0

(જી.એન.એસ),તા.૧૭
વારાણસી
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને મોટો બખેડો જાેવા મળી રહ્યો છે. મસ્જિદની અંદરના સરવેનું કામ ગઈ કાલે પૂરું થઈ ગયું. રિપોર્ટ આજે રજૂ કરવાનો હતો પરંતુ હજુ તૈયાર થયો ન હોવાથી આજે રજૂ થઈ શકશે નહીં. આ બધી બબાલ વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદની અંદર જે ભાગમાંથી શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરાયો તે વુજુખાનાનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જાે કે એવું કહેવાઈ રહ્યું છે કે હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો જૂનો છે. વાયરલ થઈ રહેલા વીડિયો વિશે સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહે જણાવ્યું કે આ વીડિયો જ્ઞાનવાપીના વુજુખાનાનો છે. આ એ જ જગ્યા છે જ્યાંથી શિવલિંગ મળ્યાનો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો છે. જાે કે તેમણે એ પુષ્ટિ ન કરી કે આ વીડિયો નવો છે કે જૂનો. વીડિયો ક્યારનો છે? એવો સવાલ તેમને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ વીડિયો એ જ જગ્યાનો છે પરંતુ તેના વિશે મને કોઈ જાણકારી નથી. સરવે થયા બાદ હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો કે જ્ઞાનવાપી મસ્જિદના વુજુખાનામાંથી શિવલિંગ મળ્યું છે જે ૩ ફૂટ ઊંચુ છે અને વ્યાસ ૧૨ ફૂટ અને ૮ ઈંચનો છે. આ જગ્યાનો વીડિયો વાયરલ થયો છે. હિન્દુ પક્ષ શિવલિંગને નંદીની મૂર્તિ સાથે જાેડી રહ્યો છે. ભારતીય પરંપરા મુજબ નંદી એકલા હોઈ શકે નહીં. જાે નંદી ત્યાં હોય તો તેમના મુખની સામે શિવલિંગ હોવું નક્કી છે. હિન્દુ પક્ષનો એવો પણ દાવો છે કે જે ત્રણ રૂમના સરવે કરાયા ત્યાંથી સાપ, કળશ, ઘંટીઓ, સ્વસ્તિક, સંસ્કૃતના શ્લોક અને શ્વાનની મૂર્તિઓ મળી છે. બીજી બાજુ મુસ્લિમ પક્ષનો દાવો અલગ છે તેમનું કહેવું છે કે શિવલિંગનો દાવો ખોટો છે. જેને શિવલિંગ ગણાવવામાં આવી રહ્યું છે તે ફૂવારો છે. મુસ્લિમ પક્ષના વકીલ મેરાઝૂદ્દીને કહ્યું કે ફૂવારાને શિવલિંગ ગણાવવામાં આવી રહ્યું છે. સૌથી મોટો દાવો જ્ઞાનવાપી મસ્જિદના મુખ્ય ગુંબજની દીવાલ વિશે કરાયો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ મંદિરનું ગર્ભગૃહ હતું. જેને ઔરંગઝેબે તોડી નાખ્યું. જાે આ દીવાલમાં લાગેલા દરવાજાને હટાવવામાં આવે તો કોઈ પણ ગર્ભગૃહમાં જઈ શકે છે. જ્ઞાનવાપી કેસ જ મંદિર-મસ્જિદનો મામલો છે. અરજી પણ તેના ઉપર જ છે. જે ૫ મહિલાઓની અરજી બાદ સરવેનો આદેશ થયો તે અરજીમાં પણ શિવ મંદિર- શિવલિંગનો દાવો કરાયો છે. અરજીમાં કહેવાયું હતું કે ભોયરામાં શિવલિંગની શક્યતા છે. આ સાથે જ ગણપતિ હોવાનો પણ દાવો કરાયો હતો. જ્ઞાનવાપી મસ્જિદમાં થયેલા સરવેનો રિપોર્ટ આજે વારાણસી કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ થઈ શકશે નહીં. કહેવાય છે કે રિપોર્ટ હજૂ તૈયાર થયો નથી. ૨-૩ દિવસ લાગી શકે છે. એક્સક્લુઝિવ વાતચીતમાં કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહે કહ્યું કે કોર્ટ પાસે રિપોર્ટ રજૂ કરવા માટે ૩ દિવસનો સમય માંગવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field