Home દેશ - NATIONAL જો સમયસર ITR ફાઈલ ન કરવામાં નહિ આવે તો કેટલો દંડ લાગશે?

જો સમયસર ITR ફાઈલ ન કરવામાં નહિ આવે તો કેટલો દંડ લાગશે?

24
0

(જી.એન.એસ),તા.૧૭

મુંબઈ,

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક છે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેમના ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે જ્યારે 2.7 કરોડથી વધુ લોકો તેમના ITR ફાઇલ કરી ચૂક્યા છે. જો કે, દર વર્ષે લાખો લોકો આવકવેરા દ્વારા નિર્ધારિત છેલ્લી તારીખ પહેલાં રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય છે જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડે છે. આજે આ અહેવાલ દ્વારા અમે તમને ITR સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં છેલ્લી તારીખ પછી ITR ફાઇલ કરવા પર દંડ પણ સામેલ છે. આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. જો આ સમયમર્યાદા પછી ITR ફાઈલ કરવામાં આવે તો તમારે દંડનો સામનો કરવો પડશે. મોડું રિટર્ન ફાઇલ કરવા પર 5,000 રૂપિયાનો નિશ્ચિત દંડ લાગે છે.

વધુમાં, 10,000 રૂપિયાથી વધુની કર જવાબદારી ધરાવતા કરદાતાઓએ બાકી કરની રકમ પર દર મહિને વધારાનું 1% વ્યાજ ચૂકવવું પડી શકે છે. ITR ફાઈલ કરવામાં ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) મહત્વની ભૂમિકા ભજવે છે. જો રૂ. 50 લાખથી વધુની પ્રોપર્ટીની ખરીદી પર TDS કાપવામાં ન આવે અથવા કપાત પછી પણ સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવામાં ન આવે તો દર મહિને 1% થી 1.5% સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સિવાય વીમામાં ખોટો PAN નંબર આપવા પર 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે જ્યારે 2 લાખ રૂપિયાથી વધુના રોકડ વ્યવહાર પર પણ દંડ ભરવો પડશે. તમને જણાવી દઈએ કે જો ITR નિયત તારીખ પછી ફાઇલ કરવામાં આવે છે, તો ઘણા પ્રકારના રિટર્નનો દાવો કરી શકાતો નથી. તમારી સમજણ માટે, જો છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરવામાં આવે તો કલમ 10A, 10B, 80-IA, 80-IB, 80-IC, 80-ID અને 80-IE હેઠળ કપાત ઉપલબ્ધ ન હોઈ શકે. કર લાભો વધારવા અને બિનજરૂરી નાણાકીય બોજ ટાળવા માટે સમયસર ફાઇલિંગ મહત્વપૂર્ણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ રકમની લૂંટ કરનાર 2 વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા
Next articleપાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના બાળકની હત્યા કરનાર વ્યક્તિની ગણતરીના કલાકોમાં પોલીસ ઝડપી લીધો