Home ગુજરાત જો બધુ યોગ્ય રહ્યુ તો ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થપાશે

જો બધુ યોગ્ય રહ્યુ તો ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થપાશે

31
0

ગુજરાત સરકારની ટેસ્લાને સાણંદ-બેચરાજી કે ધોલેરામાં લાવવાની યોજના

(જી.એન.એસ),તા.૨૫
અમદાવાદ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક કાર દિગ્ગજ ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે એડીચોડીનું જોર લગાવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર તેને ભારતમાં લાવવા માટે ટેસ્લા સાથે વાતચીત કરી રહ્યું છે. ગુજરાત સરકારની આ પરિયોજનાને સાણંદ-બેચરાજી કે ધોલેરામાં લાવવાની પરિયોજના ચાલી રહી છે. એવી પણ ચર્ચા છે કે, ટેસ્ટ ભારતીય ઓટો બ્રાન્ડ્સ સાથે હાથ મિલાવી શકે છે. ટેસ્ટા ઈન્કના પ્રમુખ એલન મસ્કે જુન મહિનામાં ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા રાજ્યો અને ઓટોમોબાઈલ હબ છે. અમે વાઈબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન ટેસ્લા પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની મદદ લઈ રહ્યાં છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે, ટેસ્લાની સાથે વાતચીત ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને અમે ગુજરાત સુધી લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

ગુજરાતનું લક્ષ્ય ભારતના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવાનું છે. ટેસ્લા જેવા પ્રોજેક્ટ તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવશે. ગુજરાત ટેસ્લાને સાણંદ કે ધોલેરામાં જમીન આપી શકે છે. જ્યાં ટાટા મોટર્સ અને સુઝુકીના ઓટો પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારોનું ગુજરાતના બંદરો સાથે સારી રીતે કનેક્શન છે. જ્યાંથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની સુવિધા મળી રહે છે. ધોલેરામાં પણ ટેસ્લા પ્લાન્ટ લગાવી શકે છે. જો બધુ યોગ્ય રહ્યુ તો ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ આવી શકે છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે. ટાટા મોટર્સના ગુજરાતમાં આગમન બાદ ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરીને આવ્યું છે. રાજ્યમાં ફોર્ડ મોટર્સ, ટાટા મોટર્સ અને સુઝુકીના પ્લાન્ટ છે. એમજી મોટરે જનરલ મોટલ સાથે હાલોલનો પ્લાન્ટ અધિગ્રહણ કરીને ભારતમાં પોતાનો પ્રોજેક્ટ સ્થાપિત કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field