Home દેશ - NATIONAL જો તમે ટ્રાન્જેક્શન કરતા હોય તો તે પહેલા જાણી લેજો આ નિયમ...

જો તમે ટ્રાન્જેક્શન કરતા હોય તો તે પહેલા જાણી લેજો આ નિયમ નહો તો કેશ નહીં ઉપાડી શકો

56
0

(જી.એન.એસ),તા.૧૩
નવીદિલ્હી
સરકારે બેંક અને પોસ્ટ ઓફિસમાં ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે નવા નિયમો અનુસાર જો કોઇ વ્યક્તિ નાણાકીય વર્ષમાં બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 20 લાખ અથવા તેનાથી વધારે રોકડ રકમ જમા કરાવે છે તો તેને પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત આપવું પડશે. જો તમે પણ પોસ્ટ ઓફિસ અથવા બેંક સાથે સંકડાયેલા ટ્રાન્જેક્શન કરો છો તો આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે. ઇનકમ ટેક્સ નિયમ 2022 અતંર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે નવા નિયમ જાહેર કર્યા છે. આ નવા નિયમ 26 મેથી લાગુ થશે. જો કે, આ નિયમની જાણ કરવામાં આવી છે. જો જોવા જઈ તો નવા નિયમ અતંર્ગત કોઈપણ બેંકિંગ કંપની અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં નાણાકીય વર્ષમાં એક અથવા એકથી વધારે ખાતામાં જો કોઈ 20 લાખ રૂપિયા કેશ જમા કરાવે છે તો તેને પાન કાર્ડ – આધાર કાર્ડ જમા કરાવવું પડશે. અને નાણાકીય વર્ષમાં કોઈપણ બેંકિંગ કંપની અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક અથવા એકથી વધારે ખાતામાંથી 20 લાખ રૂપિયા ઉપાડવા પર પણ પાન કાર્ડ- આધાર કાર્ડનું લિંક હોવું જરૂરી છે. જેમાં બેંકિંગ કંપની, સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરંટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલાવવા પર પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ આપવું ફરજિયાત રહશે. અને જો કોઇ કરંટ એકાઉન્ટ ખોલાવે છે તો તેના માટે પણ પાન કાર્ડ ફરજિયાત રહેશે. એમાં જો કોઈ વ્યક્તિનું બેંક એકાઉન્ટ પહેલાથી પાન કાર્ડ સાથે લિંક છે, તો તેને વ્યવહારો કરતા પહેલા પાન કાર્ડ- આધાર કાર્ડ લિંક કરાવવું પડશે. આમાં સરકાર આવા નિયમોથી અને આ માધ્યમથી વધુમાં વધુ લોકોને ટેક્સ રેન્જમાં લાવવા માંગે છે. મોટા મોટા કેશ ટ્રાન્જેક્શન તો કરે છે પરંતુ તેમની પાસે ના તો પાન કાર્ડ અને ના તેઓ આવકવેરા રિટર્ન ભરે છે. આવા ટ્રાન્જેક્શન કરતા સમયે પાન નંબર પર ઇનકમ ટેક્સ વિભાગ સરળતાથી આવા ટ્રાન્જેક્શનની જાણકારી મેળવી શકે છે. આ નિયમો થી સરળતાથી આવા ટ્રાન્જેક્શનની તમામ જાણકારી મેળવી શકાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિટેલ મોંઘવારી દરનો આંકડો ઉચ્ચતમ સ્તરે પહોંચી બેકાબૂ થતા 8 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
Next articleવિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારની જરૂર છે : વડાપ્રધાન મોદી