Home દેશ - NATIONAL જેપી પાવર શેર કંપનીએ તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

જેપી પાવર શેર કંપનીએ તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

31
0

ભારતીય શેરબજારમાં 5 રૂપિયાના જેપી પાવર શેર પર 230%નો વધારો થયો

(જી.એન.એસ),તા.૨૯

મુંબઈ,

આવતીકાલે સોમવારે એટલે કે 29 જુલાઈના આ પાવર શેર ફોકસમાં હશે. ગયા શુક્રવારે એટલે કે 26મી જુલાઈના રોજ શેર ફોકસમાં હતો. કંપનીના શેરમાં 5% સુધીનો વધારો જોવા મળ્યો અને 19.75 રૂપિયા પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે કંપનીએ શનિવારે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ પાવર શેરનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં 81.86 ટકા વધીને 348.54 કરોડ રૂપિયા થયો છે જે જૂન 2023માં પૂરા થયેલા અગાઉના ક્વાર્ટરમાં 191.65 કરોડ રૂપિયા હતો. જૂન 2024ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં વેચાણ 2.75% વધીને રૂ. 1754.70 કરોડ થયું છે, જે જૂન 2023 ના રોજ પૂરા થયેલા અગાઉના ક્વાર્ટરમાં રૂ. 1707.82 કરોડ હતું.

જૂન ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ આવક રૂ. 1,75,470 હતી. માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. 1,51,483 હતી. જ્યારે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીની ઓપરેશનલ આવક 1,70,782 હતી. જેપી પાવરના શેર છેલ્લા પાંચ દિવસમાં 11% વધ્યા છે. આ વર્ષે YTD સ્ટોક 35% વધ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં 230% અને પાંચ વર્ષમાં 935% વધ્યો છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત 5 રૂપિયા હતી. જો કે, લાંબા ગાળામાં આ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2008થી અત્યાર સુધીમાં આ શેર 123 રૂપિયાથી ઘટીને હાલના ભાવ સુધી આવી ગયો છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 23.99 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 5.95 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 13,473.90 કરોડ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજયેશ રાદડિયાએ જાહેરમાં નરેશ પટેલને પડકાર ફેંક્યો
Next articleહિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં એસટી બસ પાણીમાં ગરકાવ