(જી.એન.એસ) તા.૨૧
સોની સબ ચેનલ પર આવતી સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શોમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ હવે આ સિરીયલમાં સૌથી વધુ પ્રખ્યાત જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ સીરીયલમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ હવે સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્રે જણાવવાનું કે જેનિફર થોડા સમય પહેલા શોને લઈને ખુબ ચર્ચામાં હતી. તેણે શોના પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ હવે જેઠાલાલ વિશે એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે સાંભળે તે દંગ રહી જાય છે.
‘બોલીવુડ ઠિકાના’ સાથે વાત કરતા જેનિફરે જણાવ્યું કે એકવાર દિલિપ જોશીની સોહિલ રહમાની સાથે લડાઈ થઈ હતી. સોહિલ કોઈ બીજુ નહીં પરંતુ શોના ઓપ્રેશનલ હેડ હતા. જેનિફરે જણાવ્યું કે એકવાર કોઈ મુદ્દે દિલિપ અને સોહિલ વચ્ચે ખુબ ગંભીર ઝઘડો થયો અને સોહિલે અભિનેતા તરફ ખુરશી સુદ્ધા ફેંકી હતી. દિલિપે એ જ ધમકી આપી હતી કે જો સોહિલ શોમાં રહેશે તો તેઓ શો છોડી દેશે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે આ લડાઈને ખતમ કરવા માટે પછી સોહિલને દિલિપથી દૂર રાખવામાં આવ્યા અને આવું 2 વર્ષ સુધી થયું હતું. એટલું જ નહીં બાકી કાસ્ટ મેમ્બર્સે પણ સોહિલનો તેમના ખોટા વર્તનના કારણે બોયકોટ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.