ગાંધીનગરના જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે લાગી હતી, જેમાં વિકાસ કમિશનર કચેરી ઝપેટમાં આવી ગઇ હતી. આ આગ નજરે જોનારા મુજબ સૌપ્રથમ બારીમાંથી ધુમાડા નીકળતા જોયા હતા અને પછી ઊંચે સુધી ગયા અને આગ પ્રસરી હતી.
ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરની 4 ગાડી આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. અત્યારે ધુમાડાને બહાર કાઢવાની અને કૂલિંગ કરવાની કામગીરી કરાઇ રહી છે. એ બાદ એફએસએલની ટીમ પહોંચીને ચેક કરશે. ત્યાર બાદ આગનું કારણ બહાર આવશે. ગાંધીનગર ફાયર કંટ્રોલ કચેરી રોડની અન્ય બાજુમાં હોવાથી ફાયરફાઈટર ટીમ ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને પ્રસરી રહેલી આગને નિયંત્રણ લીધી હતી.
આ આગ લાગી એ જગ્યા વિકાસ કમિશનર કચેરી આવેલી છે, જે આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ લાગતાં જોઈ અવરજવર કરનારા લોકોનું ટોળું જૂના સચિવાલય એકત્રિત થઈ ગયું હતું. આ આગ લાગી ત્યારે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવાથી કચેરી ખાલી હતી,
જેને લઇને જાનહાનિ ટળી હતી. જોકે કચેરીમાં રહેલાં સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડિવાઈસને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.