(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૯
દેશની અગ્રણી ન્યૂઝ એજન્સી ગુજરાતી ન્યૂઝ સર્વિસ(જીએનએસ)ના સીઇઓ આશુતોષ પંડ્યાના પિતા જ્યોતિષાચાર્ય પરશુરામ પંડ્યા ગઇકાલે તા.૧૮ એપ્રિલના રોજ દેવલોક પામ્યા છે. જેમના આજે જમાલપુર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સ્વ. પરશુરામ પંડ્યા જુના જનસંઘી હતા. જનસંઘમાં તેમણે નાથાલાલ ઝગડા, કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ સાથે જનસંઘના પ્રચાર-પ્રસાર માટે ખભે ખભે મિલાવીને કામ કર્યું હતું. ઇમરજન્સી વખતે શ્રી પરશુરામ પંડ્યાને જનસંઘના તે વખતના અગ્રણી નેતાઓની સાથે પકડીને જેલમાં લઇ જવાયા હતા. અને તેમને પણ મીસા હેઠળ જેલવાસ વેઠવો પડ્યો હતો. જનસંઘનું ભાજપમાં પરિવર્તન થયું ત્યારે પણ શ્રી પરશુરામ પંડ્યા તેના સાક્ષી બન્યા હતા. જનસંઘમાં હતા ત્યારે દેશ હિત માટે તેમની સલાહ લેવા માટે મોટા મોટા નેતાઓ તેમની પાસે આવતા હતા. જો કે ઉંમરને કારણે ત્યારબાદ તેઓ સક્રિય જાહેર જીવનમાંથી નિવૃત થયા હતા.
સ્વ. પરશુરામભાઇ પંડયાનું બેસણું 21 એપ્રિલ 2019ને રવિવારના રોજ સવારે 9થી 12 દરમ્યાન વસંત વાડી, પુનિત આશ્રમ રોડ, મણીનગર , જલધારા વોટર વર્લ્ડની સામે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.