(જી.એન.એસ) તા. 6
જુનાગઢ,
જૂનાગઢ-પોરબંદર હાઇવે પર મોડી રાત્રે બાંટવાના પાજોદ ગામ નજીક અમદાવાદના બે સેલ્સમેન પાસેથી ત્રણ લૂંટારુઓ સોનુ-ચાંદી અને રોકડ લૂટી ફરાર થયાની ઘટના બની હતી, અમદાવાદ શહેરમાં આવેલી એક પેઢીનાં કર્મચારીઓને કેટલાક અજાણ્યા શખ્સોએ હથિયારોનાં જોરે લૂંટી લીધા હતા. આ ઘટનામાં અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી અને ઢીકાપાટુનો માર મારીને કુતિયાણા તરફથી આવતા 3 લૂટારૂઓ અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા એસપી, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ રોડને નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે લૂંટારૂઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કુતિયાણા તરફથી આવતા અમદાવાદના બે સેલ્સમેન પોતાની ફોર વ્હીલ લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા ક્લા ગોલ્ડ પેઢીના બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. અને ત્યાર બાદ લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થયા છે. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. માણાવદરના સોનીની દુકાનના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બન્ને સેલ્સમેનો માલની ડિલિવરી કરતા CCTVમાં કેદ થયા છે. સોનીની દુકાનમાં 4.30 વાગ્યે ડિલિવરી આપી હતી. બન્ને સેલ્સમેનો ડિલિવરી આપી ગયા હતા કુતિયાણા અને કુતિયાણાથી પરત ફરતી વેળાએ ઘટના બની હતી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.